Women's Reservation Bill/ લોકસભામાં કયાં બે સાંસદોએ મહિલા અનામત બિલનો કર્યો વિરોધ, કેમ વિરૂદ્વમાં વોટ આપ્યો!

બુધવારે લોકસભામાં ‘નારીશક્તિ વંદન બિલ’ને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં સંસદના લોકસભા ગૃહમાં અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ સામેલ છે

Top Stories India
6 2 9 લોકસભામાં કયાં બે સાંસદોએ મહિલા અનામત બિલનો કર્યો વિરોધ, કેમ વિરૂદ્વમાં વોટ આપ્યો!

બુધવારે લોકસભામાં ‘નારીશક્તિ વંદન બિલ’ને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં સંસદના લોકસભા ગૃહમાં અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ સામેલ છે. સંબંધિત ‘બંધારણ (એકસો અને અઠ્ઠાવીસમો સુધારો) બિલ, 2023’ પર લગભગ આઠ કલાકની ચર્ચા પછી, લોકસભાએ 2 વિરુદ્ધ 454 મતોથી તેની મંજૂરી આપી. મહિલા આરક્ષણ બિલની વિરુદ્ધ મતદાન કરનારા બે લોકો ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના સાંસદ છે.

AIMIMના હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ બુધવારે લોકસભામાં મહિલા આરક્ષણ સંબંધિત બિલનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. આ સિવાય તેમની જ પાર્ટીના સાંસદ સૈયદ ઈમ્તિયાઝ જલીલે પણ બિલના વિરોધમાં વોટ આપ્યો છે. ઈમ્તિયાઝ જાલી મહારાષ્ટ્રના ઔરંગાબાદથી લોકસભાના સાંસદ છે. બિલ પર વોટિંગ દરમિયાન ઓવૈસીએ કેટલાક સુધારા પણ રજૂ કર્યા હતા. પરંતુ દર વખતે તેમના સુધારાને અવાજ મતથી નામંજૂર કરવામાં આવ્યા હતા. લોકસભામાં પસાર થયેલા મહિલા આરક્ષણ બિલ પર, AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પાછળથી કહ્યું, “એવી 4 લોકસભા એવી છે કે જ્યાં એક પણ મુસ્લિમ મહિલા સાંસદ નથી… અમે માત્ર એટલું જ કહી રહ્યા છીએ કે મુસ્લિમ અને OBC મહિલાઓને અનામત મળવી જોઈએ.

લગભગ આઠ કલાકની ચર્ચા બાદ લોકસભાએ 2 વિરુદ્ધ 454 મતોથી તેની મંજૂરી આપી. કોંગ્રેસ, એસપી, ડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ સહિત ગૃહમાં તમામ વિપક્ષી દળોએ બિલને સમર્થન આપ્યું હતું. જોકે, અસદુદ્દીન ઓવૈસીની આગેવાની હેઠળની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) એ બિલનો વિરોધ કર્યો હતો. AIMIMના સદનમાં ઓવૈસી સહિત બે સભ્યો છે. બિલ પસાર થયું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમાં હાજર હતા.