Not Set/ રાજ્યસભાની બે બેઠકો માટે વોટિંગ શરૂ, ભાજપનો વિજય નિશ્ચિત

ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠકોની આજે પેટાચૂંટણી યોજાઈ રહી છે.આ સીટો માટે વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું છે.રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી એસ.શકર અને જુગલજી ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે.જ્યારે કૉંગ્રેસ તરફથી ડો.ચન્દ્રિકાબેન ચુડાસમા અને ગૌરવ પંડ્યા ચૂંટણી લડી રહ્યા છે. ગુજરાત વિધાનસભા સંકુલમાં આજે સવારે નવથી બપોરે ચાર વાગ્યા દરમિયાન ધારાસભ્યો મતદાન કરશે. આ ચૂંટણીમાં […]

Top Stories Gujarat
vbdslgvh રાજ્યસભાની બે બેઠકો માટે વોટિંગ શરૂ, ભાજપનો વિજય નિશ્ચિત

ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠકોની આજે પેટાચૂંટણી યોજાઈ રહી છે.આ સીટો માટે વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું છે.રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી એસ.શકર અને જુગલજી ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે.જ્યારે કૉંગ્રેસ તરફથી ડો.ચન્દ્રિકાબેન ચુડાસમા અને ગૌરવ પંડ્યા ચૂંટણી લડી રહ્યા છે.

ગુજરાત વિધાનસભા સંકુલમાં આજે સવારે નવથી બપોરે ચાર વાગ્યા દરમિયાન ધારાસભ્યો મતદાન કરશે. આ ચૂંટણીમાં બંને બેઠકો માટે અલગ અલગ મતદાન પત્રથી મતદાન યોજાશે. ત્યારબાદ શરૂ થનારી મતગણતરીને અંતે પરિણામ જાહેર થશે. જો કે, આ વખતની ચૂંટણીની પ્રક્રિયાથી પત્રકારોને દૂર રાખવામાં આવ્યા છે.

રાજ્યસભાની બંને બેઠકો માટે અલગ અલગ મતદાન થવાનું હોવાને કારણે બંને સીટો પર ભાજપનો વિજય નિશ્ચિત મનાય છે.

તેમ છતાં કોંગ્રેસના બે ધારાસભ્યો અલ્પેશ ઠાકોર,ભરતજી ઠાકોર અને ધવલસિંહ ઝાલા ક્રોસ વોટિંગ કરીને ભાજપના ઉમેદવારોને મત આપે તેવી શક્યતા છે.

એ સિવાય એનસીપીનો એક ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપને વોટ આપે તેવી શકયતા છે.વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 175 છે. ભાજપ પાસે 100 ધારાસભ્યો છે.જ્યારે કૉંગ્રેસ પાસે 71 ધારાસભ્ય છે.

અને બન્ને બેઠકો માટે મતદાન અલગ-અલગ હોવાથી બન્ને ઉમેદવારોને સો-સો મત મળે અને વિજેતા બને. આમ બંને બેઠકો જીતવા માટે કૉંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ નહિ હોવાને કારણે તેમના ઉમેદવારો ચૂંટણી હારી જાય તેવી પૂરે પુરી શકયતા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.