Not Set/ રથયાત્રા : ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં થઇ પૂર્ણ, દર્શનાર્થે ભક્તોનું જોવા મળ્યુ ઘોડાપુર

ભગવાન જગન્નાથજીનાં દર્શન કરવા ગઇકાલે સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતુ. ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા બાદ નિજ મંદિરે પરત ફર્યા હતા. આ સાથે ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ. સામાન્ય રીતે દરવર્ષે રથયાત્રામાં અંદાજે એકથી દોઢ લાખ ભક્તો હોય છે પણ આ વખતે પાંચથી સાડાપાંચ લાખ ભક્તો જોડાયાનો અંદાજ છે. સવારે સાત […]

Top Stories Gujarat
D nSvVPU8AEOYRX રથયાત્રા : ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં થઇ પૂર્ણ, દર્શનાર્થે ભક્તોનું જોવા મળ્યુ ઘોડાપુર

ભગવાન જગન્નાથજીનાં દર્શન કરવા ગઇકાલે સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતુ. ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા બાદ નિજ મંદિરે પરત ફર્યા હતા. આ સાથે ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ. સામાન્ય રીતે દરવર્ષે રથયાત્રામાં અંદાજે એકથી દોઢ લાખ ભક્તો હોય છે પણ આ વખતે પાંચથી સાડાપાંચ લાખ ભક્તો જોડાયાનો અંદાજ છે.

સવારે સાત વાગે નિજ મંદિરેથી નીકળેલી રથયાત્રામાં એક કલાક મોડી પડી હોવા છતાં મોડી રાત્રે નિજ મંદિરે 9.30 વાગે પરત ફરી હતી. આ દરમિયાન રાજ્યનાં ડીજીપી અને અમદાવાદ શહેરનાં પોલીસ કમિશનરે રથયાત્રાનાં રૂટ પર પોલીસ કામગીરી પર નજર રાખી હતી. વહેલી સવારે મંગળા આરતી કર્યા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. જે બાદ તેઓ સરસપુર ખાતે મોસાળે પહોંચ્યા હતા. મોસાળે પહોંચ્યા બાદ ભગવાનનું મામેરું કરવામાં આવ્યું હતું. બપોરે ભગવાનને વિદાય આપ્યા બાદ રાત્રિનાં સમયે નગરનાં નાથ નિજ મંદિરે પરત ફર્યા હતા.

આપને જણાવી દઇએ કે, ચાલુ વર્ષે રથયાત્રા તેના નિયત સમય કરતાં લગભગ એક કલાક મોડી પડી હતી. સુત્રોનાં જણાવ્યા મુજબ, હાથી મુદ્દે ગેરસમજ ઉપરાંત આ વખતે રથયાત્રામાં દર વર્ષ કરતા ત્રણ ગણા લોકો જોડાતા રથયાત્રા મોડી પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.