Not Set/ ગુગલ અને ફેસબુક એડ ટ્રાન્સપરન્સી નિયમનું ઉલ્લંઘન કરવા બદલ ભરશે 4,50,000 ડોલર

ગુગલ અને ફેસબુક કંપની એમનાં પર લાગેલાં આરોપનાં સેટલમેન્ટ માટે 4,50,000 ડોલર ભરવા માટે સહમત થયાં છે. વોશિંગ્ટન સ્ટેટ એટોર્ની જનરલ બોબે જણાવ્યું હતું કે, ગુગલ અને ફેસબુક એમની સાઈટ પર એડ કેમ્પેઈન માટે કોણે પેમેન્ટ આપ્યું છે એનો યોગ્ય રેકોર્ડ રાખવામાં નાકામ રહી છે. જુનમાં એમની સામે આ લીગલ એક્શન લેવામાં આવ્યા હતા. એ […]

Top Stories World Tech & Auto Business
104441570 GettyImages ગુગલ અને ફેસબુક એડ ટ્રાન્સપરન્સી નિયમનું ઉલ્લંઘન કરવા બદલ ભરશે 4,50,000 ડોલર

ગુગલ અને ફેસબુક કંપની એમનાં પર લાગેલાં આરોપનાં સેટલમેન્ટ માટે 4,50,000 ડોલર ભરવા માટે સહમત થયાં છે. વોશિંગ્ટન સ્ટેટ એટોર્ની જનરલ બોબે જણાવ્યું હતું કે, ગુગલ અને ફેસબુક એમની સાઈટ પર એડ કેમ્પેઈન માટે કોણે પેમેન્ટ આપ્યું છે એનો યોગ્ય રેકોર્ડ રાખવામાં નાકામ રહી છે.

જુનમાં એમની સામે આ લીગલ એક્શન લેવામાં આવ્યા હતા. એ લીગલ એક્શનનાં રિસ્પોન્સ રૂપે ગુગલ કંપની 2,17,૦૦૦ ડોલર ભરશે. જયારે ફેસબુક 2,38,000  ડોલર ભરશે.

એમનાં પર આરોપ છે કે એમણે પોલિટીકલ એડ ટ્રાન્સપરન્સીનાં નિયમનું પાલન કર્યું નથી.

ફેસબુક કંપનીનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કંપની આ મેટરનો નિવેડો લાવીને ખુશ છે. જોકે સેટલમેન્ટનાં ભાગ રૂપે ગુગલ અને ફેસબુક બંને કંપનીએ આ આરોપની જવાબદારી સ્વીકારી નથી અને કહ્યું કે એમણે કોઈ નિયમ તોડ્યો નથી અને તેઓ આગળ પણ આવું જ કહેશે.