Not Set/ #ChhattisgarhElections LIVE : બપોર ૩ વાગ્યા સુધી નોધાયું ૪૭.૧૮ % વોટિંગ

રાયપુર, છત્તીસગઢના નક્સલ પ્રભાવિત ૮ જિલ્લાની ૧૮ વિધાનસભા બેઠકો પર સોમવારે મતદાન હાથ ધરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, બપોર ૩ વાગ્યા સુધી ૪૭.૧૮ % વોટિંગ થયું છે. રાજ્યની નક્સલ પ્રભાવિત ૧૮ વિધાનસભા બેઠકો પર યોજાઈ રહેલા પ્રથમ ચરણમાં કુલ ૩૧ લાખ ૮૦ હજાર વોટરો છે, જેમાં અંદાજે ૧૬ લાખ મહિલા મતદાતા છે. વોટિંગ માટે […]

Top Stories India Trending
#ChhattisgarhElections LIVE : બપોર ૩ વાગ્યા સુધી નોધાયું ૪૭.૧૮ % વોટિંગ

રાયપુર,

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત ૮ જિલ્લાની ૧૮ વિધાનસભા બેઠકો પર સોમવારે મતદાન હાથ ધરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, બપોર ૩ વાગ્યા સુધી ૪૭.૧૮ % વોટિંગ થયું છે.

રાજ્યની નક્સલ પ્રભાવિત ૧૮ વિધાનસભા બેઠકો પર યોજાઈ રહેલા પ્રથમ ચરણમાં કુલ ૩૧ લાખ ૮૦ હજાર વોટરો છે, જેમાં અંદાજે ૧૬ લાખ મહિલા મતદાતા છે. વોટિંગ માટે કુલ ૪૩૩૬ પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત નક્સલી હુમલાના એલર્ટને જોતા સુરક્ષાનો પુખ્તા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ અને તટસ્થ ચૂંટણી યોજાઈ તે હેતુથી અંદાજે ૧ લાખ જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

દંતેવાડામાં નક્સલીઓએ મતદાનના દિવસે જ LED બ્લાસ્ટ કર્યો છે. આ બ્લાસ્ટના કારણે ઘણી જગ્યાઓના રસ્તા બંધ થઇ ગયા છે.

આ ઉપરાંત બાંદા પોલિંગ સ્ટેશન પાસે ત્રણ LED બોમ્બ મળ્યા છે. જો કે ત્યારબાદ CRPFની બોમ્બ ડિસ્પોઝલ ટીમ ઘટનાસ્થળે પહોચી છે અને બોમ્બ ડીફ્યુઝ કરી રહી છે.

કાંકેરમાં કેટલાક પોલિંગ બૂથ પર વીવીપેટ મશીનમાં ખરાબી આવવાના કારણે વોટિંગ રોકવામાં આવ્યું હતું.

છત્તીસગઢની આ ૮ સીટો પર યોજાઈ રહ્યું છે વોટિંગ

રાજ્યમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણમાં નક્સલ પ્રભાવિત ૮ જિલ્લાઓમાં વોટિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ૮ જિલ્લાઓમાં મોહલા-માનપુર, અંતાગઢ, ભાનુપ્રપાતનગર, કાંકેર, કેશકાલ, કોન્ડાગાવ, નારાયણપુર, દંતેવાડા, બીજાપુર અને કોંટામાં સવારે ૭ વાગ્યાથી મતદાન હાથ ધરવામાં આવી રહ્યું છે.