Not Set/ કાશ્મીર/ EU સાંસદની ટીમ, દલ ઝીલની મુલાકાતે જશે

EU સાંસદો નવી દિલ્હીમાં સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલને મળ્યા હતા. ભારતના રાજકીય પક્ષોએ ઇયુના આ સાંસદોની કાશ્મીર મુલાકાતનો વિરોધ કર્યો છે અને સરકાર પર નિશાન સાધ્યું હતું. જમ્મુ કાશ્મીર જવા માટે ઇયુના સાંસદોની ટીમ દલ ઝીલની મુલાકાતે જશે યુરોપિયન યુનિયનના બે ડઝનથી વધુ સાંસદ મંગળવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. જમ્મુ-કાશ્મીરથી […]

Top Stories India
eu કાશ્મીર/ EU સાંસદની ટીમ, દલ ઝીલની મુલાકાતે જશે

EU સાંસદો નવી દિલ્હીમાં સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલને મળ્યા હતા. ભારતના રાજકીય પક્ષોએ ઇયુના આ સાંસદોની કાશ્મીર મુલાકાતનો વિરોધ કર્યો છે અને સરકાર પર નિશાન સાધ્યું હતું.

જમ્મુ કાશ્મીર જવા માટે ઇયુના સાંસદોની ટીમ

દલ ઝીલની મુલાકાતે જશે

યુરોપિયન યુનિયનના બે ડઝનથી વધુ સાંસદ મંગળવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. જમ્મુ-કાશ્મીરથી કલમ 37૦ નાબુદ કર્યા પછી વિદેશી પક્ષની આ પહેલી કાશ્મીર ખીણની મુલાકાત છે. આ સાંસદો નવી દિલ્હીમાં સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલને મળ્યા હતા. ભારતના રાજકીય પક્ષોએ ઇયુના આ સાંસદોની કાશ્મીર મુલાકાતનો વિરોધ કર્યો છે અને સરકાર પર નિશાન સાધ્યું હતું. આજે મંગળવારે સવારે આ પ્રતિનિધિ મંડળ દિલ્હી એરપોર્ટ માટે રવાના થયું છે, જ્યાંથી તેઓ શ્રીનગર જશે.

જમ્મુ-કાશ્મીર ગયા પછી ઇયુના સાંસદોની ટીમ બે ભાગમાં વહેંચશે. આમાં પ્રથમ ટીમ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે રાજ્યપાલ, સલાહકારોને મળશે. જ્યાં તે સ્થાનિક રહીશો અને ડીસીને મળશે. બંને ટીમો શ્રીનગરના પ્રખ્યાત દાલ તળાવ પર પણ જશે.

જમ્મુ-કાશ્મીર ગયા પછી ઇયુના સાંસદો શું કરશે?

બધા સાંસદ બપોર સુધીમાં શ્રીનગર એરપોર્ટ પહોંચશે. આ સાંસદોની પાર્ટી આજે રાત્રે કાશ્મીરમાં રોકાશે,જમ્મુ-કાશ્મીર ગયા પછી ઇયુના સાંસદોની ટીમ બે ભાગમાં વહેંચશે. આમાં પ્રથમ ટીમ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે રાજ્યપાલ, સલાહકારોને મળશે. જ્યાં તે સ્થાનિક રહીશો અને ડીસીને મળશે. બંને ટીમો શ્રીનગરના પ્રખ્યાત દાલ તળાવ પર પણ જશે.

વિરોધ પક્ષોએ આકરો વિરોધ કર્યો

યુરોપિયન સાંસદોને જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવા દેવા બદલ ભારતમાં રાજકીય વિરોધ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. રાહુલે લખ્યું છે કે ઇયુના સાંસદોને જમ્મુ કાશ્મીર જવાની મંજૂરી છે, પરંતુ ભારતના નેતાઓ અથવા સાંસદોને જવાની મંજૂરી નથી. આ મામલે કંઈક ખોટું છે.

રાહુલ ગાંધી સિવાય અન્ય રાજકીય પક્ષો, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના સુબ્રમણ્યમ સ્વામીએ પણ ટ્વીટ કરીને ભારત સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા અને તેને તાત્કાલિક પાછો ખેંચવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ દેશમાં કોંગ્રેસ સહિતના વિપક્ષી નેતાઓએ કાશ્મીર જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને શ્રીનગર એરપોર્ટથી આગળ વધવા દેવામાં આવ્યા ન હતા.

ઇયુના સાંસદે વડા પ્રધાનને શું કહ્યું?

સોમવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, એનએસએ અજીત ડોવલને મળ્યા બાદ ઈયુના સાંસદ બી.એન. ડનએ કહ્યું કે પીએમ મોદીએ તેમને કલમ 37૦ વિશે વિગતવાર જણાવ્યું છે. જો કે, અમે હજી પણ જમીન પર જઈને ત્યાંની પરિસ્થિતિ જોવા માંગીએ છીએ. અમે ફક્ત ઇચ્છીએ છીએ કે જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સ્થાપિત થાય.

ઇયુ સાંસદોની મુલાકાત પહેલા આતંકવાદી હુમલો

એક તરફ, ઇયુના સાંસદ આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. બીજી તરફ ખીણના સોપોરમાં સોમવારે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. સોપોરમાં, આતંકવાદીઓએ ગ્રેનેડ વડે હુમલો કર્યો, જેમાં 15 લોકો ઘાયલ થયા. સોમવારે સાંજે સોપોરના હોટલ પ્લાઝા નજીક હુમલો થયો હતો.

⇒‘ગેરો પે કરમ, અપનો પે સિતમ’/  EU સાંસદની કાશ્મીર મુલાકાતને લઈને વિપક્ષમાં ખળભળાટ કેમ…?

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.