ATM/ ATMમાં હરણઃ ‘રૂપિયો ડિજિટલ થતાં વીલા મોઢે નોટો વગર બહાર નીકળ્યું’

અમરેલીમાં એટીએમમાં હરણ ઘૂસી ગયુ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. કૂતરાથી બચવા માટે હરણ એટીએમમાં ઘૂસી ગયુ હતુ, પણ પછી તેમા સપડાઈ ગયુ હતુ. તેના બહાર નીકળવાની મથામણ કરતા દ્રશ્યો પણ સામે આવ્યા છે. વનવિભાગ દ્વારા હરણને બચાવીને જંગલમાં મુક્ત કરવામાં આવ્યું છે.

Top Stories Gujarat
Deer in ATM ATMમાં હરણઃ 'રૂપિયો ડિજિટલ થતાં વીલા મોઢે નોટો વગર બહાર નીકળ્યું'

અમરેલીમાં એટીએમમાં હરણ ઘૂસી ગયુ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. કૂતરાથી બચવા માટે હરણ એટીએમમાં ઘૂસી ગયુ હતુ, પણ પછી તેમા સપડાઈ ગયુ હતુ. તેના બહાર નીકળવાની મથામણ કરતા દ્રશ્યો પણ સામે આવ્યા છે. વનવિભાગ દ્વારા હરણને બચાવીને જંગલમાં મુક્ત કરવામાં આવ્યું છે.

આ અગે ઘણા લોકો મજાકમાં કહે છે કે રૂપિયો ડિજિટલ થવાના લીધે હરણ વીલા મોઢે નોટો વગર બહાર નીકળ્યું હતું, કારણ હરણ હજી ડિજિટલી સાક્ષર નથી.
અમરેલીના ધારીમાં અચાનક હરણ આવી ગયું હતું. આમ શહેરમાં સિંહ અને દીપડાની લટાર બાદ હરણે લટાર મારી છે. ધારી પેટ્રોલ પંપ નજીક શ્વાનોથી બચવા હરણ ATMમાં ઘૂસ્યું હતું. વહેલી સવારે ATMમાંથી બહાર નીકળવાના હરણના ફાંફાં મારી રહ્યો હતો. આ

દરમિયાન નાઈટ ડ્યુટી પતાવીને ઘરે જઇ રહેલા હોમગાર્ડની નજરે પડતાં તેણે વનવિભાગને જાણ કરી હતી. જે બાદ વનવિભાગ દ્વારા હરણનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું. જે બાદ હરણને એટીએમમાંથી બહાર કાઢી જંગલમાં મુક્ત કરાયું હતું.

સામાન્ય રીતે અમરેલીની આસપાસના વિસ્તારોમાં સિંહ અને દીપડાની લટાર જોવા મળતી હોય છે. ઘણી વખત તો રહેણાક વિસ્તારોમાં સિંહ જોવા મળતાં હોય છે. જ્યારે કેટલીક વખત સિંહના શિકારની ઘટનાઓ પણ બનતી હોય છે. આવામાં શહેરમાં હરણની લટાર સામે આવી છે.

આ પણ વાંચોઃ

Bjp Gujarat/ સાતમી ટર્મમાં ભાજપના જંગી વિજયથી વિદેશી પ્રસારમાધ્યમો પણ સ્તબ્ધ

Bjp Gujarat/ સાંજે દિલ્હી જશે પાટિલ અને ભૂપેન્દ્ર પટેલઃ પીએમને મળી મંત્રીમંડળને આપશે આખરી ઓપ