bjp gujarat/ સાંજે દિલ્હી જશે પાટિલ અને ભૂપેન્દ્ર પટેલઃ પીએમને મળી મંત્રીમંડળને આપશે આખરી ઓપ

ગુજરાતમાં ભવ્ય વિજય પછી ભાજપ વિધાનસભા પક્ષની બેઠક પૂરી થયા પછી ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાંજે ચાર વાગે દિલ્હી જવા રવાના થશે. આ દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અને PM મોદી સાથે મુલાકાત થઈ શકે છે. અને નવા મંત્રીમંડળની યાદી અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે

Top Stories Gujarat
patil bhupendra સાંજે દિલ્હી જશે પાટિલ અને ભૂપેન્દ્ર પટેલઃ પીએમને મળી મંત્રીમંડળને આપશે આખરી ઓપ

ગુજરાતમાં ભવ્ય વિજય પછી ભાજપ વિધાનસભા પક્ષની બેઠક પૂરી થયા પછી ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાંજે ચાર વાગે દિલ્હી જવા રવાના થશે. આ દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અને PM મોદી સાથે મુલાકાત થઈ શકે છે. અને નવા મંત્રીમંડળની યાદી અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે.

બંને નેતાઓ આજે સાંજે શીર્ષસ્થ નેતૃત્વ સાથે મુલાકાત કરશે. આ મુલાકાતમાં જ વડાપ્રધાન મોદીને મળીને નવા મંત્રીમંડળને આખરી ઓપ અપાઈ શકે છે. તેના પછી 12મી તારીખે સોમવારે અથવા તો વડાપ્રધાન મોદી ગુજરાત પ્રમુખસ્વામી જયંતિ વખતે ગુજરાત આવે ત્યારે તે સમયે મંત્રીમંડળની શપથવિધિ થઈ શકે છે. પણ મહદ અંશે આજે દિલ્હી જશે ત્યારે તેઓ ઉમેદવારોની યાદી લઈને જશે તેમ માનવામાં આવે છે.

તેઓના દિલ્હી જતા પહેલા ગુજરાતના નવા મંત્રીમંડળના નિર્માણ માટે આજે ભાજપની વિધાનસભા દળની બેઠક યોજાશે. નવા મંત્રીમંડળ માટે ભાજપ દ્વારા રાજનાથ સિંહ, બી.એસ.યેદુરપ્પા અને અર્જુન મુંડાને નિરીક્ષક તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ત્રણેય નિરીક્ષક નવા મુખ્યમંત્રી મંડળ માટે ગુજરાત આવી ગયા છે. ગુજરાત આવીને નિરીક્ષકો સૌપ્રથમ વિધાનસભા દળની બેઠકમાં હાજરી આપવાના છે.

આજે પક્ષના નેતાના નામની સત્તાવાર જાહેરાત કરાશે. સીએમના નામની જાહેરાત બાદ ભાજપની પ્રતિનિધિમંડળ રાજભવન જશે. સરકારના મંત્રીમંડળમાં અનેક જૂના જોગીઓને રિપીટ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત અનેક નવા ચહેરાઓને સ્થાન મળે તેવી પ્રબળ સંભાવના રહેલી છે. આ સાથે જ નવા મંત્રીમંડળમાં બ્રાહ્મણ, ઓબીસી અને આદિવાસી ચહેરાઓને વધારે સ્થાન મળે એવી શક્યતા વર્તાઈ રહી છે.

આ પણ વાંચોઃ

Bjp Gujarat/ નવા મંત્રીમંડળ પર આરએસએસનો હશે પ્રભાવઃ સી.આર. પાટીલની RSSના અગ્રણીઓ સાથે બેઠક

બેઠક/ ગુજરાતમાં આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક, CMનું નામ નક્કી થશે