Not Set/ સેનાએ ઉજવી “ઇદ-ઉલ-ફિત્ર”, પાક-બાંગલાનાં સૈન્યને આપી મીઠાઇ

દેશ અને દુનિયામાં ઇદ-ઉલ-ફિત્રની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામા આવી રહી છે. ત્યારે ભારત- પાકિસ્તાન અને ભારત – બાંગ્લાદેશની સરહદો સેના દ્રારા પણ ઇદ ઉજવાઇ હતી. ભારત દ્રારા હિન્દુ, મુસ્લીમ કે કોઇ પણ ધાર્મિક તહેવાર પૂરા સન્માન, ઉત્સાહ અને સુખ સાથે ઉજવવામાં આવે છે. ત્યારે બનેં મહત્વ પૂર્ણ આંતર રાષ્ટ્રીય સરહદે ઇદની ઉજ્વણીનો માહોલ જોવા મળ્યો […]

Top Stories India
pjimage 3 સેનાએ ઉજવી "ઇદ-ઉલ-ફિત્ર", પાક-બાંગલાનાં સૈન્યને આપી મીઠાઇ

દેશ અને દુનિયામાં ઇદ-ઉલ-ફિત્રની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામા આવી રહી છે. ત્યારે ભારત- પાકિસ્તાન અને ભારત – બાંગ્લાદેશની સરહદો સેના દ્રારા પણ ઇદ ઉજવાઇ હતી. ભારત દ્રારા હિન્દુ, મુસ્લીમ કે કોઇ પણ ધાર્મિક તહેવાર પૂરા સન્માન, ઉત્સાહ અને સુખ સાથે ઉજવવામાં આવે છે. ત્યારે બનેં મહત્વ પૂર્ણ આંતર રાષ્ટ્રીય સરહદે ઇદની ઉજ્વણીનો માહોલ જોવા મળ્યો હતો.

વાઘા-અટારી બોર્ડ પર જોવા મળ્યા ઇદ-ઉલ-ફિત્રનાં રંગ

 

ભારત- પાકિસ્તાનની અટારી-વાધા બોર્ડર પર બેં પરંપરાગત દુશ્મન સૈન્ય દ્રારા  ઇદની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી. અટારી-વાધા બોર્ડર પર ઇદ પ્રસંગે  BSF જવાનો અને પાકિસ્તાની સૈનિકોએ એકબીજાને મીઠાઈઓ આપી ઇદનાં મુબારક બાદ આપ્યા હતા. યુદ્ધ કાળ સીવાય ભારત-પાકિસ્તાનમાં આ એક એવી બોર્ડર છે, જ્યા વારંવાર ભારત અને પાકિસ્તાનનાં સૈનીકો સામે સામે જોવા મળે છે. જી હા “પાસીંગ ધ રીટ્રીટ” શેરેમનીમાં ભારત અને પાક સૈનીકો આમને સામને જોવા મળતા હોય છે અને યુદ્ધ સમયે જોવા મળતી દેશ દાઝ ત્યારે સ્પષ્ટ જોવા મળતી હોય છે. ત્યારે આજે ઇદનાં મોકા પર બનેં સૈન્ય દ્રારા એક બીજાને મીઠાઓ આપતા દશ્યોએ કંઇક અલગ જ માહોલ ઉભો કર્યો હતા.  

આપને જણાવી દઇએ કે ભારતની પડોશમાં જમીની સરહદ પર આવેલા બનેં દેશો મુસ્લીમ દેશો છે ત્યારે રામદાન મહિનાનાં અંતીમ દિવસે સિલિગુરી નજીક ભારત-બાંગ્લાદેશની સરહદ પર પણ બનેં દેશોનાં સૈન્ય દ્રારા એકબીજાને મીઠાઈ આપવામાં આવી હતી અને ઇદની મુબારકબાદ આપવામાં આવી હતી.