વડતાલઃ ખોડિયાર માતા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરીને ખોડિયાર માતાજીનું Khodiyar Mata અપમાન કરનારા સ્વામિનારાયણ સાધુએ અંતે માફી માંગી છે. આમ સ્વામી બ્રહ્મસ્વરૂપને બ્રહ્મજ્ઞાન લાદ્યુ છે અને માતાજી વિશે ગમેતેમ બોલ્યા બાદ જાગી ઉઠેલા વિરોધના વંટોળના પગલે તેમણે માફી માંગી છે. તેમણે જણાવ્યું હતું કે મારો આશય કોઈની પણ ધાર્મિક લાગણી દુભવવાનો ન હતો. સનાતન ધર્મીઓએ પણ તેમને માફ કરી દીધા છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી બ્રહ્મસ્વરૂપે એક વાઇરલ વિડીયોમાં જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવો તેના પછી કુળદેવી હોતા નથી. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય છે. બ્રહ્મસ્વરૂપમ Khodiyar Mata સ્વામીએ જણાવ્યું હતું કે જોબનપગીના કુળદેવી ખોડિયાર માતા છે. હવે તે આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘણા કુળદેવી પકડી રાખે છે, મૂક્તા નથી પણ તેમને મૂકી દેવા પડે છે. તેમણે જણાવ્યું હતું કે મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે કોણ છે ત્યારે તેમણે કહ્યું કે આ અમારા કુળદેવી છે ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવી માતાજી પર છાંટ્યા અને જમાવ્યું હતું તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.
આના પગલે વિવાદનો વંટોળ ફૂંકાતા બ્રહ્મસ્વરૂપ સ્વામી ભૂગર્ભમાં ઉતરતા હોય તેમ ગાયબ થઈ ગયા હતા. નિવેદન બાદ બ્રહ્મસ્વરૂપ સ્વામીએ પોતાના એક રૂમમાં બંધ કર્યા છે તેમજ ભક્તોને અનુષ્ઠાન શરૂ કરવાનું બહાનું Khodiyar Mata કરીને રૂમમાં આવવા આદેશ આપ્યો છે. રૂમ આગળ સ્વલિખિત નોટિસ લગાવી દીધી હતી. તેમણે મોબાઇલ ફોન પણ બંધ કર્યો છે. બ્રહ્મસ્વરૂપ સ્વામી કંડાળી આશ્રમના ઘનશ્યામ સ્વામીના મોટા ચેલા છે. તેઓ ગુરુને છોડી વડતાલ ધામમાં આવીને વસ્યા છે.
તેમણે બફાટ પછી છેવટે માફી માંગી લીધી છે. તેમણે માફી માંગતો વિડીયો પણ જારી કર્યો છે. તેમણે કહ્યું હતું કે ખોડિયાર માતાજીની ટિપ્પણીના પગલે ખોડલ ધામ ટ્રસ્ટ અને ભક્તોની લાગણી દુભાઈ હતી તે બદલ હું માફી માંગું છું. મારો આશય કોઈની ધાર્મિક લાગણી કે માન્યતાનું ખંડન કરવાનો ન હતો. છતાં પણ મારા શબ્દોથી ઠેસ પહોંચી હોય તો હું દિલગીરી વ્યક્ત કરવા સાથે ક્ષમા યાચુ છું. તેની સાથે તેનું પુનરાવર્તન નહી થાય તેની ખાતરી આપું છે.
આ પણ વાંચોઃ સુરત/પોલીસ અને RTOની કડક કાર્યવાહી, લાયસન્સ મેળવવા લોકોની RTOમાં જામી ભીડ
આ પણ વાંચોઃ Arvalli news/BJPના MLAની પત્નીને બંધક બનાવી લૂંટ, સોના-ચાંદીના દાગીના લૂંટી લૂંટારુઓ ફરાર
આ પણ વાંચોઃ ACB/સુરત ACBએ મહિલા કલાર્ક અને કમ્પ્યુટર ઓપરેટરને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા
આ પણ વાંચોઃ AMC/ગણેશ ચતુર્થીના તહેવારને લઇ AMCએ લીધો આ મોટો નિર્ણય,છ કરોડ રૂપિયાના ખર્ચે વિસર્જનકુંડ બનાવાશે
આ પણ વાંચોઃ સુરત/સુરત ક્રાઈમ બ્રાન્ચે ચેન સ્નેચરની ઝડપી પાડી ગેંગ