સુરત/ સુરત ક્રાઈમ બ્રાન્ચે ચેન સ્નેચરની ઝડપી પાડી ગેંગ

સુરત અને સુરત ગ્રામ્ય માં ચેન સ્નેચિંગ કરનાર ગેંગ ના 6 સાગરીતો ને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા હતા, ઝડપાયેલા 6 ઈસમો એ ગેંગ બનાવી સુરત સીટી અને ગ્રામ્ય માં અલગ અલગ જગ્યા એ 31 જેટલા ગુના આચર્યા હતા.

Gujarat

સુરત અને સુરત ગ્રામ્ય માં ચેન સ્નેચિંગ કરનાર ગેંગ ના 6 સાગરીતો ને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા હતા. ઝડપાયેલા 6 ઈસમો એ ગેંગ બનાવી સુરત સીટી અને ગ્રામ્ય માં અલગ અલગ જગ્યા એ 31 જેટલા ગુના આચર્યા હતા.

6 આરોપી ઝડપાઇ જતા 11 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો હતો જેમાં 6 ઈસમો રીઢા ગુનેગાર છે.  જે અત્યાર સુધી માં 100 થી વધુ ગુના આચરી ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે  સુરત શહેર અને ગ્રામ્ય માં છેલ્લા ઘણા સમય થી રાહદારીઓ અને બાઈક ચાલકો ના ચેન સ્નેચિંગ થતા હોવાની ફરિયાદો ઉઠી હતી. ઘટના ને પગલે સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસ આદરી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસે 40 જેટલા દિવસ 6એય આરોપી ને ટ્રેસ કર્યા હતા અને અલગ અલગ જગ્યા એ તાપસ કરી હતી. સાથે ચેન સ્નેચિંગ ના તમામ સીસીટીવી તપાસ્યા હતા.

તપાસ દરમ્યાન 6 જેટલા ઈસમો ચેન સ્નેચિંગ ને અંજામ આપતા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે સાગર પાટીલ, ધર્મેશ મારવાડી ,વૈભવ તિવારી ,સંદીપ વળવી ,અક્ષય શિંદે ,જયરાજ વાઘ નામના 6 ઈસમો ને ઝડપી પાડયા હતા..6 ઈસમો ઝડપાઇ જતા 11 જેટલા ગુના ના ભેદ ઉકેલાયા હતા જેમાં 9 સ્નેચિંગ ના છે જ્યારે બે બાઈક ચોરી ના છે .

પોલીસે પૂછપરછ કરતા 31 જેટલા ગુના આચર્યા હોવાનું જણાવ્યું હતું..જેથી પોલીસે અન્ય ગુના ના ફરિયાદીઓ ને તપાસવાનું શરૂ કર્યું હતું..આ 6 પૈકી સાગરે 17 ગુના આચાર્ય છે ,ધર્મેશે 29 ગુના આચર્યા છે ,અક્ષય 17 ગુના આચર્યા છે જયેશે 27 જેટલા ગુના આચર્યા છે. 6એ ઈસમો એ અત્યાર સુધી અલગ અલગ 100 જેટલા ગુના આચરી ચુક્યા છે.. હાલ ક્રાઈમ બ્રાન્ચે 6 ઈસમો ની ધરપકડ કરી 4 બાઈક સહિત 3 લાખ 36 હજાર નો મુદામાલ કબ્જે કર્યો હતો..