Surat News: હીરા અને કાપડ ઉદ્યોગ માટે જાણીતા સુરતમાં હવે મોટા પાયે શંકાસ્પદ GST અને ITC કૌભાંડ (Surat ITC Scam) સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સુરતમાં સામાન્ય સ્તરે ભંગારનો વેપાર કરતા પાંચ નાના વેપારીઓના નામે આશરે ₹2,000 કરોડનું શંકાસ્પદ ટર્નઓવર અને મોટા પ્રમાણમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)ના વ્યવહારો સામે આવ્યા હોવાની માહિતી મળી છે.
આ મામલો સામે આવતા DGGI (ડાયરેક્ટોરેટ જનરલ ઑફ GST ઇન્ટેલિજન્સ)ની વડોદરા અને સુરતની ટીમોએ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ શંકાસ્પદ ITC ટ્રાન્ઝેક્શનનું કનેક્શન મણિપુરમાં આવેલી હોવાનું દર્શાવાતી બોગસ શેલ કંપનીઓ સાથે જોડાતું હોવાનું સામે આવ્યું છે. જેના કારણે તપાસ હવે માત્ર સુરત પૂરતી નહીં રહેતાં આંતરરાજ્ય કૌભાંડ (Surat ITC Scam)ની દિશામાં આગળ વધી રહી છે.
સામાન્ય ભંગાર વેપારીઓના નામે અબજો રૂપિયાના વ્યવહારો
DGGIની પ્રાથમિક તપાસ દરમિયાન જે બાબત સામે આવી છે તે ચોંકાવનારી છે. રોજિંદા ધોરણે મર્યાદિત વ્યવહારો કરતા હોવાનું જણાવાતા પાંચ સ્ક્રેપ ડીલરોના નામે અચાનક અબજો રૂપિયાનું ટર્નઓવર દર્શાવવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ વેપારીઓને તેમના નામે ચાલતા આટલા મોટા વ્યવહારોની જાણ હતી કે નહીં, તે અંગે પણ અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક શંકા એવી છે કે નાના વેપારીઓની પેઢી અને તેમની ઓળખ સંબંધિત વિગતોનો ઉપયોગ કરીને મોટા પાયે બોગસ ITCના વ્યવહારો કરવામાં આવ્યા હોઈ શકે છે.
મણિપુરની બોગસ કંપનીઓ સાથે કનેક્શન
આ કેસમાં સૌથી મહત્વની કડી મણિપુર સાથે જોડાયેલી હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન સુરતના પાંચ સ્ક્રેપ વેપારીઓના નામે દર્શાવવામાં આવેલા વ્યવહારો અને મણિપુરમાં કાર્યરત હોવાનું દર્શાવાતી શંકાસ્પદ શેલ કંપનીઓ વચ્ચે કનેક્શન મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ કંપનીઓ મારફતે ITC (Surat ITC Scam) ટ્રાન્સફર કરવામાં આવ્યું હોવાની આશંકા છે. આથી અધિકારીઓ હવે સમગ્ર નેટવર્કમાં કયા વેપારીઓ, કંપનીઓ અને વ્યક્તિઓ સામેલ છે તેની કડીઓ શોધી રહ્યા છે. જો તપાસમાં આ વ્યવહારો બોગસ હોવાનું સાબિત થાય છે, તો આ મામલો સુરત સુધી સીમિત નહીં રહે અને આંતરરાજ્ય સ્તરે ચાલતા મોટા GST નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે.
પાંચ વેપારીઓની સઘન પૂછપરછ
આ સમગ્ર મામલાની તપાસના ભાગરૂપે પાંચેય સ્ક્રેપ ડીલરોને DGGIની કચેરીએ બોલાવવામાં આવ્યા છે. અધિકારીઓ દ્વારા તેમના નામે થયેલા વ્યવહારો, GST સંબંધિત દસ્તાવેજો, બેંક એકાઉન્ટ્સ અને અન્ય નાણાકીય વિગતો અંગે સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. વેપારીઓના નામે દર્શાવાયેલા વ્યવહારો વાસ્તવમાં કોના દ્વારા કરવામાં આવ્યા હતા અને ITCના (Surat ITC Scam) વ્યવહારો પાછળ કોણ હતું, તે શોધવું તપાસનો મુખ્ય હેતુ છે.
Surat ITC Scam: દસ્તાવેજો કૌભાંડીઓ સુધી કેવી રીતે પહોંચ્યા?
તપાસમાં હવે સૌથી મોટો સવાલ એ પણ છે કે મણિપુરમાં બેઠેલા કથિત કૌભાંડી (Surat ITC Scam)ઓ સુધી સુરતના નાના સ્ક્રેપ વેપારીઓના GST નંબર, PAN કાર્ડ અને બેંક એકાઉન્ટ સંબંધિત વિગતો કેવી રીતે પહોંચી? તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે કોઈ સ્થાનિક એજન્ટ અથવા વચેટિયાએ વેપારીઓને લાલચ આપી તેમની વિગતો કે દસ્તાવેજો મેળવ્યા હતા કે કેમ. અધિકારીઓ દ્વારા સંબંધિત બેંક એકાઉન્ટ્સની તપાસ ઉપરાંત ડિજિટલ ટ્રેઇલ પણ ચકાસવામાં આવી રહી છે. આ માધ્યમથી નાણાકીય વ્યવહારો અને ડિજિટલ કનેક્શનની કડીઓ જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
₹2,000 કરોડના કૌભાંડ પાછળ કિંગપિન કોણ?
આ કેસમાં હવે DGGIની તપાસનો મુખ્ય ફોકસ કથિત માસ્ટરમાઈન્ડ સુધી પહોંચવાનો છે. પાંચ નાના વેપારીઓના નામે જો ખરેખર આટલા મોટા પ્રમાણમાં વ્યવહારો થયા હોય તો તેની પાછળનું સમગ્ર નેટવર્ક કેવી રીતે કામ કરતું હતું તે તપાસવામાં આવી રહ્યું છે. વડોદરા અને સુરતની સંયુક્ત ટીમો દ્વારા કથિત આંતરરાજ્ય ગેંગની કડીઓ શોધવા માટે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. હાલમાં પાંચેય વેપારીઓની પૂછપરછ, દસ્તાવેજોની ચકાસણી, બેંકિંગ ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ ટ્રેઇલની તપાસ ચાલી રહી છે. તપાસ આગળ વધતાં આ કથિત ₹2,000 કરોડના ITC કૌભાંડ (Surat ITC Scam)માં વધુ લોકો અથવા કંપનીઓનાં નામ સામે આવે છે કે નહીં તેના પર હવે નજર છે.
આ પણ વાંચો:સુરતના પીંજરત ગામમાં 280 વીઘા જમીનને લઈને કરોડોનું વિવાદ, ખેડૂતોનો 1500 કરોડના કૌભાંડનો આક્ષેપ
આ પણ વાંચો:સુરતમાં કરોડોના વધુ એક જમીન કૌભાંડનો પર્દાફાશ
આ પણ વાંચો:સુરતમાં જમીન કૌભાંડનો ભંડાફોડ, રૂ.4.81 કરોડની છેતરપિંડી બહાર આવી
