Surat News: સુરતમાં કરોડો રૂપિયાના વધુ એક જમીન કૌભાંડ(Land Scam) નો પર્દાફાશ થયો છે. આ કૌભાંડમાં અમદાવાદના બિલ્ડર ઉમંગ ઠક્કરનું નામ પણ ખૂલ્યું છે. ઉમંગ ઠક્કર પર છેતરપિંડીના આક્ષેપ છે. સાટાખત હોવા છતાં પણ જમીન ત્રીજી પાર્ટીને વેચ્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પીડિતોએ પોલીસ પર આ પ્રકારના કૌભાંડમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવાનો આક્ષેપ મૂક્યો છે. સ્વામિનારાયણ ગ્રીન સિટી પ્રોજેક્ટમાં પણ ફ્રોડના આરોપો મૂકવામાં આવ્યા છે.
આ અગાઉ પણ સુરતમાં જમીન સોદાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી (Land Scam Surat)નો મોટો મામલો સામે આવ્યો હતો. ઇકોસેલ પોલીસે આશરે રૂ.4.81 કરોડના કૌભાંડનો પર્દાફાશ કરી મુખ્ય આરોપી રવિ કોલડિયા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. સમગ્ર ઘટનાએ શહેરના રિયલ એસ્ટેટ અને બેંકિંગ વર્તુળોમાં ચકચાર મચાવી દીધી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ વિવિધ બેંકોમાં બોગસ ખાતાં ખોલીને છેતરપિંડી (Land Scam Surat)થી મેળવાયેલા નાણાં ટ્રાન્સફર કર્યા હતા. ખાસ કરીને YES Bank અને IDBI Bankમાં નકલી દસ્તાવેજોના આધારે ખાતાં ખોલવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ.
તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો એ થયો કે આરોપીઓએ નકલી ઓળખપત્રો અને મોબાઈલ સિમકાર્ડ મેળવવા માટે કેટલાક ખાનગી કંપનીના કર્મચારીઓ તેમજ બેંક સ્ટાફની મદદ લીધી હતી. પ્રાથમિક માહિતી મુજબ, મોબાઈલ સિમકાર્ડ અને બેંક એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની શંકા છે.
ઇકોસેલ પોલીસ હાલમાં આ સમગ્ર કૌભાંડ (Land Scam Surat)માં બેંક અધિકારીઓ અથવા અન્ય કોઈ આંતરિક વ્યક્તિની સંડોવણી છે કે નહીં તેની પણ ગંભીરતાથી તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કૌભાંડને ખૂબ જ આયોજનબદ્ધ રીતે અંજામ આપવામાં આવ્યો હતો.
તપાસ એજન્સીઓ હવે નાણાંના ટ્રાન્ઝેક્શન, બેંક ખાતાં, દસ્તાવેજો અને મોબાઈલ કનેક્શનની વિગતવાર તપાસ કરી રહી છે. કૌભાંડ (Land Scam Surat)માં વધુ લોકોના નામ બહાર આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.પોલીસે આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને દસ્તાવેજોમાં ચેડાં સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો:સુરતમાં કઠોરની જમીન કૌભાંડ મામલે CID ક્રાઈમમાં ફરિયાદ
આ પણ વાંચો: સુરત ક્રાઈમ બ્રાન્ચે સાયલન્ટ ઝોનની જમીન કૌભાંડમાં સિટી સર્વે સુપ્રિ.ની કરી ધરપકડ
આ પણ વાંચો: બિલ્ડરોનું 2000 કરોડથી વધુનું કૌભાંડ! સુરતમાં નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવી ખેડૂતની જમીન પચાવી પાડી
