પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં કાર્યકર્તાઓ સાથેની એક બેઠક બાદ પ્રિયંકા ગાંધીએ સમી સાંજે અમેઠી પહોચ્યા. પ્રિયંકાએ કહ્યું કે કોંગ્રેસ સતત ચૂંટણીલક્ષી વ્યવસ્થાઓ ગોઠવણમાં લાગી છે.
ભાજપ દ્વારા સતત કોંગ્રેસ પર થી રહેલા શાબ્દિક પ્રહાર પર પૂછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં પ્રિયંકાએ કહ્યું કે, એ તો સમય જ બતાવશે કે કોનું અસ્તિત્વ છે અને કોનું નહિ.જો કે, કેટલાય સવાલોના જવાબ આપવાથી પ્રિયંકા સતત બચતી રહી.ખાસ કીને મુખ્યમંત્રી યોગી અને અખિલેશ યાદવ પર અબ્બાજાન વાળા નિવેદન અંગે પ્રિયંકાએ જવાબ આપ્યો ન હતો.
2 દિવસ સુધી લખનઉમાં મેરાથોન બેઠક કરી રહેલી પ્રિયંકા ગાંધીએ રાયબરેલીની સરહદમાં પ્રવેશ કરતા જ ચુરવા હનુમાન મંદિરમાં દર્શન-પૂજન કર્યું. હનુમાન મંદિરમાં પૂજન કર્યા બાદ તેમણે રાયબરેલીના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. જ્યાં પ્રિયંકા ગાંધીના સ્વાગત માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધીના માતોશ્રી અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી રાયબરેલીના જ સાંસદ છે.
