Not Set/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોના 31,600 કેસ,રિકવરી કેસમાં ઉછાળો

છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસની સંખ્યાં 31,600 નોંધાયા છે, હાલમાં ભારત સરકાર કોરોનાને લઇને વધુ સક્રીય થઇ છે

Top Stories

દેશમાં કોરોનાની સ્થિતિ સામાન્ય થઇ રહી છે પરતું હજીપણ 35 જિલ્લા એવા છે કે જ્યાં કોરોનાની સ્થિતિ સારી નથી કેસમાં વધી રહ્યા છે, મહારાષ્ટ્ર અને કેરળની સ્થિત હાલ ચિંતાજનક છે આ બે રાજ્યોમાં કેસ વધઘટ થતાં રહે છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 31,600 નોંધાયાછે.

ભારતમાં કોરોનાના કેસોની સંખ્યામાં વઘઘટ થયાં કરે છે તેમાં પણ કેરળના કેસોના લીધે કોરોનાની સંખ્યમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસની સંખ્યાં 31,600 નોંધાયા છે, હાલમાં ભારત સરકારકોરોનાને લઇને વધુ સક્રીય થઇ છે જેના લીધે કોરોના રસી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કોરોનાના રિકવરીના કેસમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં  40,700  રિકવરીના કેસ નોંધાયા છે .રિકવરીના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

દેશમાં કેરળની સ્થિતિ કોરનાના મામલે ખરા બ જોવા મળે છે કેરળમાં સ્થિતિ સામાન્ય નથી,કેરળમાં છેલ્લા 24 કલાકમાં 20240 કેસ નોંધાયા છે ,હાલ રાજ્ય સરકારે કોવિડના નિયમો કડક કરી દીધાં છે હાલ તમામ ફોકસ કોરોનાની રસીકરણ પર રાખવામાં આવ્યું છે.

દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યાં પોણા ચાર લાખની નીચે છે. હાલ દેશમાં કોરોનાની સ્થિતિ સામાન્ય છે કેટલાક રાજ્યોને છોડીને.કોરોનાની સ્થિતિ સારી હોવાથી જનજીવન સામાન્ય બન્યું છે