અમદાવાદ,
અમદાવાદના વસ્ત્રાલમાં પાસ અને ભાજપના કાર્યકર્તાઓ બાખડ્યા હતા, ઉમિયા માતાજીની રથયાત્ર દરમિયાન બે જૂથો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ ઉમિયા માતાનો રથ ઉભો રાખવા બાબતે બોલાચાલી થઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ રામોલ પોલીસ દ્વારા પાસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. જેમાં હાલની વિગત મુજબ ગીતા પટેલ, અક્ષય પટેલ, ટકો પાટીદારની પોલીસે કરી અટકાયત બીપીન પટેલ, આશિષ પટેલ, કુલદીપ પટેલની પણ અટકાયત થઈ છે. કુલ આઠ થી દસ પાસના આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી છે. હાલ તો કોઈ ચોક્કસ કારણ બહાર નથી આવ્યું કે આ ઘર્ષણ કઈ બાબતે થયું છે.
