નવી દિલ્હી,
પાડોશી રાજ્ય રાજસ્થાનના બિકાનેરમાં રોબર્ટ વાડ્રા દ્વારા આચરવામાં આવેલા જમીન કૌભાંડના મામલે ED દ્વારા કમર કસવામાં આવી અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવીને સમન્સ પાઠવવામાં આવ્યું છે.
જો કે EDએ વાડ્રાને આ મહિનાના પ્રથમ સપ્તાહમાં સમન્સ પાઠવ્યું હતું પરંતુ તેઓ દ્વારા સ્વીકાર કરવામાં ન આવતા હવે PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ જ તેઓના નિવેદનના આધારે બીજીવાર સમન્સ આપવામાં આવ્યું છે.
Enforcement Directorate has summoned Robert Vadra in the land deal case. More details awaited pic.twitter.com/XkjFMu2Q2h
— ANI (@ANI) November 30, 2018
આ પહેલા ભારત-પાકિસ્તાન બોર્ડર પર સ્થિત એવા સંવેદનશીલ વિસ્તાર બિકાનેરના એક ફરિયાદી દ્વારા જમીનની ફાળવણી અંગેની ફરિયાદ પર રાજસ્થાન પોલીસ દ્વારા FIR અને ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. ત્યારબાદ આ જ ફરિયાદના આધારે દેશની સેન્ટ્રલ એજન્સી દ્વારા ૨૦૧૫માં કરવામાં આવેલી ડીલના આધારે ક્રિમિનલ કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ED દ્વારા રોબર્ટ વાડ્રાને તેઓની સ્કાઈલાઈટ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની કથિત રીતે આ જમીન ખરીદીના કેસ સંકળાયેલી હોવાના મામલે પણ શિકંજો કસાવવાનો હતો.
સાથે સાથે ED દ્વારા એક મોટી સ્ટીલ કંપનીની ભૂમિકાની પણ તપાસ કરાઈ હતી, જેમાં રોબર્ટ વાડ્રા સાથે સંકળાયેલી કંપનીઓને સૌથી ઓછા ભાવે જમીન ખરીદવા માટે લોન આપવામાં આવી હતી.
