Not Set/ બોટાદ : છ વર્ષની બાળકી સાથે યુવાને આચર્યું દુષ્કર્મ, આરોપી ફરાર

બોટાદમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના મોડી રાત્રે બની હોવાની વિગતો મળી છે. પોલીસે ઘટના અંગે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. બોટાદમાં આવેલા ભાંભણ રોડ પર બાળકી રમી રહી હતી, ત્યારે એક યુવાને પતંગ બતાવવાની લાલચ આપી અને અવાવરું જગ્યા પર લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બાળકી સાથે આવું કૃત્ય […]

Top Stories Gujarat Others

બોટાદમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના મોડી રાત્રે બની હોવાની વિગતો મળી છે. પોલીસે ઘટના અંગે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

બોટાદમાં આવેલા ભાંભણ રોડ પર બાળકી રમી રહી હતી, ત્યારે એક યુવાને પતંગ બતાવવાની લાલચ આપી અને અવાવરું જગ્યા પર લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું.

બાળકી સાથે આવું કૃત્ય કરવામાં આવતા ગંભીર રીતે ઘાયલ થયેલી બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.   તબિયત સ્થિર છે.

દુષ્કર્મ આરોપીને ઝડપી પાડવા બોટાદ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમોને કામે લગાડાઇ છે. તેમજ જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે, જો કોઈ આરોપી વિષે જાણતા હોય, તો પોલીસનો સંપર્ક કરે.

બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, છ વર્ષની બાળા પર દુષ્કર્મની ઘટના બહાર આવી છે. આરોપી પર 376, પોક્સો અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.