Not Set/ બે અનોખી પ્રેમકથા,પરિવારનો રોષ છતાં યુવકોએ કર્યા ટ્રાન્સજેન્ડર સાથે લગ્ન

વડોદરા, વડોદરામાંથી બે અનોખી પ્રેમકથાઓ સામે આવી છે.આ  પ્રેમીઓને તેમના સમાજે તો સ્વીકાર્યા નથી પરંતું તેમણે બળવો કરીને પણ લગ્ન કર્યા છે. તમે કહેશો કે આવા બાગી પ્રેમીઓ તો અનેક હોય છે જેઓ ભાગીને લગ્ન કરતાં હોય છે. તો તમને કહી દઇએ કે આ બે યુગલમાંથી એક પાત્ર ટ્રાન્સજેન્ડર છે અને તેમણે લગ્ન કરવાનું દુસાહસ […]

Top Stories Gujarat Vadodara

વડોદરા,

વડોદરામાંથી બે અનોખી પ્રેમકથાઓ સામે આવી છે.આ  પ્રેમીઓને તેમના સમાજે તો સ્વીકાર્યા નથી પરંતું તેમણે બળવો કરીને પણ લગ્ન કર્યા છે.

તમે કહેશો કે આવા બાગી પ્રેમીઓ તો અનેક હોય છે જેઓ ભાગીને લગ્ન કરતાં હોય છે.

તો તમને કહી દઇએ કે આ બે યુગલમાંથી એક પાત્ર ટ્રાન્સજેન્ડર છે અને તેમણે લગ્ન કરવાનું દુસાહસ કર્યું છે.

વડોદરામાં રહેતા કેયુર ચૌહાણ અને બોડેલીમાં રહેતા સંજય રાઠવાએ તેમના સમાજની વિરૂધ્ધ જઇને ટ્રાન્સજેન્ડર રીના અને પાયલ સાથે લગ્ન કર્યા છે.રીના અને પાયલ પૂરૂષમાંથી સ્ત્રી બન્યા છે અને હવે તેમણે તેમનો ઘર સંસાર માંડ્યો છે.

31 માર્ચે આ યુગલોએ તેમના સમાજના જાણ ના થાય તેવી રીતે છત્તીસગઠના રાયપુરમાં જઇને લગ્ન કર્યા.20 વર્ષનો કેયુર ચૌહાણ રીક્ષા ચલાવે છે અને તે સાવલીમાં 21 વર્ષની પાયલને મળ્યો હતો.કેયુર અને પાયલની રીલેશનશીપ એટલી આગળ વધી કે તેમણે લગ્નના ફેરા ફરવાનું નક્કી કર્યું.

કેયુર કહે છે કે અમાર સંબધોથી અમારો પરિવાર વિરૂધ્ધમાં હતો.પણ જેમ સમય વીતતો ગયો તેમ બધુ થાળે પડતું ગયું.અમે અમારા પરિવારથી કશુ છુપાવ્યું નથી.

પાયલ કહે છે કે હવે મને કેયુરના માતા પણ બોલાવે છે.હું બહુ ખુશ છું,મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારા જીવનમાં આવું થશે.

બોડેલીના 30 વર્ષના સંજય રાઠવાની સ્ટોરી પણ કંઇક આવી છે.ખાણીપીણીનો સ્ટોલ ચલાવતા સંજયની રીના સાથે એક સર્કસના શો દરમિયાન મુલાકાત થઇ હતી.રીના કહે છે કે એક મિત્ર દ્રારા મારી મુલાકાત સંજય સાથે થઇ હતી.એ પછી અમે સતત મળતા રહેતા હતા અને અમારા સંબંધો પાંગર્યા હતા.

રીના સર્કસમાં જાદુગરની આસિસ્ટન્ટનું કામ કરે છે.

રીનાને થોડા થોડા દિવસે પ્રવાસ કરવો પડે છે પરંતું તે બોડેલીમાં આવીને સંજયને મળતી રહે છે.બંનેના લગ્ન પછી તેમનો સમાજ તેમને સ્વીકારી નથી રહ્યો પરંતું રીના કહે છે કે બધુ ઝડપથી થાળે પડશે.