Vadodara News: વડોદરા (Vadodara)ના સયાજીપુરા (Sayajipura)માં ઘરમાં આગ લાગતાં કિરણ કુમાર બંસીવાલ રાણાનું મોત (Death) નિપજ્યું હતું, જ્યારે મકરપુરા (Makarpura)માં SRP ગ્રુપ-9 ના સ્ટોર રૂમમાં ભીષણ આગ (Fire broke) લાગી હતી. ફાયર બ્રિગેડ (Fire brigade)ની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 6થી વધુ ટેન્કરની મદદથી આગ બુઝાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે.
વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં એક ઘરમાં આગ (Fire) લાગવાની ઘટના સામે આવી છે. સયાજીપુરા ટાંકી પાસે વિનાયક સોસાયટી બી ટાવર-૫૦૫માં લાગેલી આગમાં ૪૩ વર્ષીય કિરણ કુમાર બંસીવાલ રાણાનું બળીને મોત નીપજ્યું હતું. મૃતકની પત્ની કામ પર ગયાના 10 મિનિટ પછી આ ઘટના બની. ઘટના સમયે તે ઘરે એકલો હતો. પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. ફોરેન્સિક ટીમ અને પોલીસ ઘટનાસ્થળે હાજર છે.
બે દિવસ અગાઉ વડોદરા (Vadodara)માં પણ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એટ્લાન્ટિક કોમ્પ્લેક્સમાં 19 માર્ચની મોડી રાત્રે આગ (Fire Broke)નો બનાવ બનવા પામ્યો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું કારણ સામે આવ્યું હતું.
વડોદરા શહેરના ગેંડા સર્કલ નજીક એટ્લાન્ટિક્સ કોમ્પ્લેક્સ (Atlantics Complex)માં આગ લાગી હોવાની ફાયર વિભાગને જાણ થતાં ટીમ પહોંચી ઘટનાસ્થળે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. માહિતી મુજબ, આ બિલ્ડિંગમાં કન્સલ્ટન્સી કંપનીમાં કામ કરતા ઘણા કર્મચારીઓ હાજર હતા, જોકે તમામનો જીવ બચી ગયો હતો. આગમાં કેટલાક કેબલો બળી ગયા હતા. અગાઉ ધૂળેટીના દિવસે રાજકોટમાં સવારે 10 વાગ્યાની આસપાસ છઠ્ઠા માળે અચાનક આગની ઘટના બનવા પામી હતી.
આ દુર્ઘટનામાં બે ડિલિવરી બોય સહિત 3નાં મોત નિપજ્યાં હતા. રાજકોટ પોલીસે એટલાન્ટિસ બિલ્ડિંગમાં લગાવેલા CCTV કેમેરાના DVR કબજે કરી તપાસ કરી રહી છે. તેમજ સેમ્પલને FSLમાં મોકલી આપવામાં આવ્યા છે. CCTV ફૂટેજ જોયા બાદ પોલીસે ખુલાસો કર્યો હતો કે આગ છઠ્ઠા માળેથી શરૂ થઈ હતી અને એ પણ સામે આવ્યું હતું કે CCTVમાં મૃત્યુ પામેલા ત્રણ લોકો અને ઘાયલ યુવતી પણ લિફ્ટમાં ઉપર જતા જોવા મળ્યા હતા, જોકે આ પછી તેઓ આગમાં કેવી રીતે ફસાઈ ગયા તે CCTVમાં જોઈ શકાયું નથી.
આ પણ વાંચો:ડોદરામાં ભીષણ આગ, મોટી દુર્ઘટના ટળી
આ પણ વાંચો:વડોદરાના પાણીગેટ અજબડી મિલમાં લાગી આગ 12 કાર બળીને ખાખ
આ પણ વાંચો:વડોદરામાં રિફાઈનરી કંપનીમાં બ્લાસ્ટ:કોયલીમાં IOCL રિફાઇનરીમાં ભીષણ આગ