Not Set/ ગુજરાત રાજ્યસભાની 2 બેઠકો માટે આજે યોજાશે મતદાન, અલ્પેશ ઠાકોર પર રહેશે સૌની નજર

લોકસભાની ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી હતી. જેના ઉમેદવાર રહેલા ગાંધીનગરથી અમીત શાહ અને અમેઠીથી સ્મૃતિ ઈરાનીએ જીત મેળવ્યા બાદ ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી થઇ હતી, જે માટે આજે શુક્રવારનાં રોજ સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવશે. આ મતદાન સવારે 9થી શરૂ થશે જે સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે અને આ દરમિયાન ધારાસભ્યો […]

Top Stories Gujarat

લોકસભાની ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી હતી. જેના ઉમેદવાર રહેલા ગાંધીનગરથી અમીત શાહ અને અમેઠીથી સ્મૃતિ ઈરાનીએ જીત મેળવ્યા બાદ ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી થઇ હતી, જે માટે આજે શુક્રવારનાં રોજ સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવશે. આ મતદાન સવારે 9થી શરૂ થશે જે સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે અને આ દરમિયાન ધારાસભ્યો મતદાન કરશે. દરમિયાન કોંગ્રેસનાં રાધનપુરથી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પર સૌ કોઇની નજર રહેશે. સવાલ એ પણ છે કે શું તે મતદાન કરવા માટે આવશે કે કેમ?

આ ચૂંટણીમાં બંને બેઠકો માટે અલગ અલગ મતદાન પત્રથી મતદાન યોજાશે. ત્યારબાદ શરૂ થનારી મતગણતરીને અંતે પરિણામ જાહેર થશે. જો કે, આ વખતની ચૂંટણીની પ્રક્રિયાથી પત્રકારોને દૂર રાખવામાં આવ્યા છે. આ બે બેઠકો માટે ભાજપમાંથી વિદેશ મંત્રી એસ. જયકૃષ્ણ અને જુગલ ઠાકોર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે તેમની સામે અનુક્રમે ચંદ્રિકા ચુડાસમા અને ગૌરવ પંડયાને ઉતાર્યા છે. વિધાનસભામાં અત્યારે ભાજપ પાસે ૧૦૦ અને કોંગ્રેસ પાસે ૭૧ ધારાસભ્યો છે. આ સંખ્યાબળનાં અનુસાર એક બેઠક ઉપર કોંગ્રેસનાં ઉમેદવારની જીત નિશ્ચિત હતી. જો કે, ચૂંટણી પંચે નિયમો દર્શાવીને અલગ અલગ મતપત્રકોથી મતદાનની પ્રક્રિયા અનુસરવાનું નક્કી કરતા બંને બેઠકો ભાજપનાં ફાળે જશે તે નક્કી છે.

લોકસભા ચૂંટણીમાં પાટણની ટિકિટ ન મળતા કોંગ્રેસમાંથી બળવો કરનારા રાધનપુરનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર હાઈકોર્ટમાં પોતે કોંગ્રેસનાં ધારાસભ્ય હોવાનું સોંગદનામુ રજૂ કરી ચુક્યા છે. જોવાનું રહેશે કે તે શુક્રવારે પોતાના મિત્ર અને ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાથે મતદાન કરવા આવે છે કે કેમ ? કોંગ્રેસનાં ઉમેદવારોની તરફેણમાં મત આપે છે કે પછી વ્હિપનો અનાદર કરી ક્રોસવોટિંગ કરે છે ? તેના ઉપર પણ સૌની નજર છે. ક્રોસવોટિંગ અટકાવવા બાલારામ રિસોર્ટમાં પહોંચેલા કોંગ્રેસનાં ૬૦થી વધુ ધારાસભ્યો શુક્રવારે સવારે સીધા જ મતદાન માટે આવશે તેવા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસ માટે રાજ્યસભાની એક બેઠકમાં જીત મેળવવી તેની શાખ બચાવવા બરાબર છે.

આપને જણાવી દઇએ કે, ઓગસ્ટ ૨૦૧૭માં રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસનાં બળવાખોરોએ કરેલા ક્રોસવોટિંગનો ભાંડો પત્રકારોની નજર સામે ફુટયો હતો. એ વખતે ચૂંટણી પંચે મતદાન ક્ષેત્રની બહાર દરવાજા પાસે માત્ર પત્રકારોને (ન્યુઝ ચેનલોના કેમેરા સિવાય) અધિકૃતપણે પ્રવેશપત્રો આપીને અંદરની કાર્યવાહી, દ્રર્શ્યો જોવા માટે જગ્યા ફાળવી હતી. જો કે, આ વખતે પત્રકારોથી આ ચૂંટણીથી દૂર રાખવામા આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.