Not Set/ રાજ્યમાં વાવાઝોડાથી કુલ ૪૫ લોકોના મોત, આવો જોઈએ તારાજીના પ્રાથમિક આંકડા

કોરોનાના કહેર વચ્ચે તાઉ-તે વાવાઝોડુ ગુજરાત રાજ્યમાં કહેર મચાવી ગયું છે. અનેક જિલ્લાઓમાં  તબાહી રૂપે પોતાની હયાતીના નિશાન છોડી ગયું છે. વાવઝોડું પોતાના માર્ગમાં આવતા માણસો, પશુપક્ષી, વૃક્ષો અને નિર્જીવ

Top Stories Gujarat Others Trending

કોરોનાના કહેર વચ્ચે તાઉ-તે વાવાઝોડુ ગુજરાત રાજ્યમાં કહેર મચાવી ગયું છે. અનેક જિલ્લાઓમાં  તબાહી રૂપે પોતાની હયાતીના નિશાન છોડી ગયું છે. વાવઝોડું પોતાના માર્ગમાં આવતા માણસો, પશુપક્ષી, વૃક્ષો અને નિર્જીવ જે પણ વસ્તુ તેના માર્ગ માં આવ્યું ઘમરોળી ને આગળ નીકળી ગયું છે. પાછળ માત્ર તબાહી મૂકી ને ગયું છે. ભારે પવન  સાથે વરસાદ આવતા મોટા મોટા તોતિંગ વૃક્ષો પણ જમીન ઘડીકમાં જમીન દોસ્ત થઇ ગયા હતા. રાજ્યમાં જુદા જુદા જીલ્લામાં વાવાઝોડાને લઇ 45 લોકોના મૃત્યુ થયા છે. જેમ સૌથી વધુ મોત ભાવનગર અને ગીર સોમનાથ જીલ્લામાં નોધાયા છે.

Tauktae Cyclone: 2 dead, 1 injured after tree falls on hut in Maharashtra's Jalgaon - The Times of India

આવો જોઈએ વિગતવાર કયા જીલ્લામાં નોધાયા કેટલા મોત

કયા જિલ્લામાં કેટલા મૌત

ભાવનગર(8 મોત) –
ઝાડ પડવાથી 2,
મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 3,
છત પડવાથી 1 વ્યક્તિનું નિધન

ગીર સોમનાથ (8 મોત) –
ઝાડ પડવાથી 2,
મકાન ધસી પડવાથી 1, દીવાલ પડવાથી 4,
છત પડવાથી 1 વ્યક્તિનું નિધન

અમદાવાદ (5 મોત)-
વીજ કરંટ થી 2,
દીવાલ પડવાથી 2
અને છત પડવાથી 1 વ્યક્તિનું નિધન

ખેડા (2 મોત)-
વીજ કરંટથી બન્ને મૃત્યુ

આણંદ (1મોત) :
વીજ કરંટથી મોત

વડોદરા (1 મોત)મૃત્યુ :
ટાવર પડી જવાથી નિધન

સુરત (1 મોત) : ઝાડ પડી જવાથી

વલસાડ (1 મોત) : દીવાલ પડવાથી

રાજકોટ (1 મોત) : દીવાલ પડવાથી

નવસારી (1 મોત) : છત પડવાથી

પંચમહાલ (1 મોત) : ઝાડ પડી જવાથી

Cyclone Tauktae News: Cyclone Tauktae Weakens After Hitting Gujarat, 6 Dead In Maharashtra

ગુજરાત પર ત્રાટકેલ તાઉતે વાવાઝોડા દરમિયાન ગુજરાતમાં થયેલ નુકશાનનો પ્રાથમિક સર્વે  કરવામાં આવ્યો છે. આ પ્રાથમિક
સર્વે પણ પીએમ નરેન્દ્ર મોદી સાથેની આજની બેઠક માં રજૂ થશે જહે અનુસાર રાજ્યમાં વાવાઝોડાને લઇ 635 થી વધુ પશુના મોત થયા છે.

ગુજરાત મા વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત તાલુકાની સંખ્યા : 71

નુકશાન થયેલ વીજળીના થાંભલા : 76174

નુકશાન પામેલ રસ્તા -959

પડી ગયેલ વૃક્ષોની સંખ્યા- 68874

વાવાઝોડાથી બંધ થયેલ રસ્તા : 959

તે પૈકી મોટરેબલ કરેલ રસ્તા – 899

વીજ પુરવઠો બંધ થયેલ ગામો- 9685

તે પૈકી પુન : વીજ પુરવઠો ચાલુ થયેલ ગામો -5606

નુકશાન પામેલ ઇમારતો : 

પાકી ખાનગી ઇમારતો – 1323

કાયા મકાનો / ઝૂંપડા : 28476

સરકારી ઈમારતો / સ્ટ્રક્ટર : 348

સરકારી દવાખાના  -3

ખાનગી દવાખાના : 0

વાવાઝોડાના કારણે જાનહાનીની વિગત –
માનવ મૃત્યુ 45

પશુ મૃત્યુ – 635