ગુજરાત/ મોરબીમાં પતિનાં ત્રાસથી કંટાળી ગયેલી પરપ્રાંતીય મહિલાની સખી વન સ્ટોપ સેન્ટરે મદદ કરી

મોરબીમાં રહેતા પરપ્રાંતીય મહિલાને પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોય જેથી પતિ સાથે જવું ના હોય ૧૮૧ ટીમ દ્વારા મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર રાખવામાં આવી હતી અને સખી વન સ્ટોપ સેન્ટરે પરિવારને એમપીથી બોલાવી પરિવારને મહિલાનો કબજો સોપ્યો હતો.

Gujarat Others

@રવિ નિમાવત, મંતવ્ય ન્યૂઝ – મોરબી

મોરબીમાં રહેતા પરપ્રાંતીય મહિલાને પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. આ કારણોસર તે પતિથી દૂર થઇ અને હવે તે તેની પાસે જવા માંગતી ન હોવાના કારણે 181 ટીમ દ્વારા મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર રાખવામાં આવી હતી. અને સખી વન સ્ટોપ સેન્ટરે પરિવારને એમપીથી બોલાવી પરિવારને મહિલાનો કબજો સોપ્યો હતો.

નવી માર્ગદર્શિકા / કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોરોનાની માર્ગદર્શિકા 30 જુન સુધી લંબાવી, જાણો કઇ બાબતોનું રાખવું પડશે ધ્યાન

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ એમપીનાં વતની દંપતી મોરબી આવ્યા હતા. અહી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ પત્નીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો જેથી ડરીને 181 ટીમે મહિલાને આશ્રયની જરૂર હોવાથી સખી વન સ્ટોપ સેન્ટર પર મુકવામાં આવી હતી. જ્યાં સખી વન સ્ટોપ સેન્ટરનાં સ્ટાફ દ્વારા સતત કાઉન્સેલિંગ કરીને મહિલા મધ્યપ્રદેશનાં આગાર-માલવા ગામની હોવાનું જાણવા મળ્યું હતું. જેનો પતિ મારઝૂડ કરતો હોય જેથી પતિ સાથે જવું ના હોય અને માતા પિતા સાથે જવા રાજી થઇ હતી. આ કરાણોસર મધ્યપ્રદેશ રહેતા મહિલાનાં માતા-પિતાનો સંપર્ક કરી હાલ લોકડાઉન હોવાથી વાહનનો બંદોબસ્ત થાય ત્યારે દીકરીને લઇ જવા જણાવ્યું હતું. આજે મહિલાનાં માતા-પિતા અને ભાઈ મોરબી સખી વન સ્ટોપ સેન્ટર આવ્યા હતા અને દીકરીની આંખમાં હર્ષનાં આંસુ જોવા મળ્યા હતા. જે બાદ સખી વન સ્ટોપ સેન્ટરે તે મહિલાનો કબજો પરિવારને સોપ્યો હતો.