ગુજરાત/ દેશના 4 સ્થળોને મળી રામસર સાઇટની માન્યતા, રાજ્યના આ બે સ્થળનો થયો સમાવેશ જાણો ક્યાં

આ ચાર સ્થળોમાં હરિયાણાના સુલતાનપુર અને ભીંડાવાસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતના થોળ અને વઢવાણાનો પણ સમાવેશ રામસર સાઇટમાં કરવામાં આવ્યો છે

Gujarat Others

ભારતમાં  વધુ 4 સ્થળોને રામસર સાઇટ તરીકે માન્યતા મળી છે. જેમાં ગુજરાત રાજ્યના આ  2 સ્થળનો સમાવેશ થયો છે. આ ચાર સ્થળોમાં હરિયાણાના સુલતાનપુર અને ભીંડાવાસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતના થોળ અને વઢવાણાનો પણ સમાવેશ રામસર સાઇટમાં કરવામાં આવ્યો છે. આ અંગેની માહિતી પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા આપવામાં આવી. આ યાદીમાં 4 સાઇટ ઉમેરાતા રામસર સાઇટની સંખ્યા વધીને હવે 46 થઈ.

 ગુજરાતના નળસરોવર પક્ષી અભ્યારણનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નળ સરોવર ગુજરાતનું સૌથી મોટુ પક્ષી અભ્યારણ છે, જે આશરે 250 જેટલી પક્ષી પ્રજાતિઓનું ઘર છે. આશરે 41,000 હેક્ટર ફેલાયું આ સરોવર પ્રવાસીઓને પણ ખૂબ આકર્ષે છે.

રામસર સાઇટ્સ એવા જળસ્થાનો છે, જે આંતરાષ્ટ્રીય મહત્વ ધરાવે છે.  રામસર એ એક ઇન્ટરનેશલ બોડી છે, જેના દ્વારા આ પ્રકારે પ્રથમ સાઇટને ચિન્હીત કરવામાં આવી હતી. વર્ષ 1971થી કાર્યરત રામસર સાઇટ્સ ઈરાનના રામસરમાં આવેલી છે.

રામસર સાઇટ વઢવાણા વિશે જાણો
વડોદરા જિલ્લાના ડભોઈમાં આવેલું વઢવાણા પક્ષી સૃષ્ટી માટે આંતરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ મહત્વ ધરાવે છે. વઢવાણ તળાવ શિયાળામાં પાણીમાં રહેનારા પક્ષીઓનું આશ્રય સ્થાન છે. આ પક્ષીઓ મોટાભાગે મધ્ય એશિયાના દેશોમાંથી આવે છે. વઢવાણા તળાવમાં શિયાળા દરમિયાન આશરે 80 જેટલી પ્રજાતિઓના પક્ષીઓ આશરો લેતા હોય છે. જે પૈકી કેટલીક ભયજનક સ્થિતિમાં પહોંચેલી પ્રજાતિના પક્ષીઓ પણ છે.

રામસર સાઇટ થોળ વિશે જાણો
અમદાવાદથી આશરે 30 કિમીના અંતરે આવેલું થોળ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે. થોળ પણ વઢવાણાની જેમ મધ્ય એશિયાઈ દેશોના યાયાવર પક્ષીઓનું શિયાળું રહેણાંક છે. થોળમાં આશરે 320 કરતાં પણ વધુ પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે. થોળ કેટલીક લુપ્ત થતી પક્ષી પ્રજાતિઓનું પણ ઘર છે.