Gandhinagar News/ ગુજરાત એસીબીના ડાયરેક્ટર જનરલ સમશેરસિંઘને બનાવાયા બીએસએફના એડિશનલ ડાયરેક્ટર જનરલ

ગુજરાતમાં એસીબીના ડાયરેક્ટર જનરલ સમશેરસિંઘને દિલ્હીથી બોલાવાયા છે. તેમની બીએસએફના એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે નીમવામાં આવ્યા છે. આમ તેમનું પ્રમોશન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે સમશેરસિંઘને તાત્કાલિક ધોરણે રિલીવ કરવા આદેશ આપ્યો છે.

Gujarat Gandhinagar Ahmedabad Breaking News

Gandhinagar News: ગુજરાતમાં એસીબીના ડાયરેક્ટર જનરલ સમશેરસિંઘને દિલ્હીથી બોલાવાયા છે. તેમની બીએસએફના એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે નીમવામાં આવ્યા છે. આમ તેમનું પ્રમોશન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે સમશેરસિંઘને તાત્કાલિક ધોરણે રિલીવ કરવા આદેશ આપ્યો છે.

આ સાથે ગુજરાતના એસીબીના ડાયરેક્ટર જનરલનું પદ ફરીથી ખાલી પડ્યું છે. એસીબીના વડાના હોદ્દા પરથી કેશવકુમાર મે 2021ના રોજ નિવૃત્ત થયા ત્યારથી જાણે આ હોદ્દાનું મહત્વ જ વીસરાઈ ગયું છે. તે જાણે વધારાનો હોદ્દો હોય તે રીતે ચાલી રહ્યું છે.

તેમના ગયા પછી એસીબીના ડિરેક્ટર તરીકેની વધારાની જવાબદારી આઇપીએસ સંજય શ્રીવાસ્તવને સોંપાઈ હતી. તેના પછી કેટલાક ગંભીર કારણોસર રાજ્ય સરકારે તેમની પાસેથી આ ચાર્જ છીનવી લીધો હતો અને આ હોદ્દો મે 2022માં સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્રાન્ચના વડા અનુપમસિંહ ગેહલોતને સોંપવામાં આવ્યો હતો.

અનુપમસિંહ ગેહલોતને ઓક્ટોબર 2023માં વડોદરા પોલીસ કમિશ્નર તરીકે નિમણૂક આપવામાં આવ્યા બાદ તેમની પાસેથી આ ચાર્જ લઈ લેવાયો હતો. તેના પછી એસીબીનો બહોળો અનુભવ ધરાવતા સમશેરસિંઘને આ ચાર્જ સોંપવામાં આવ્યો હતો. હવે તેમની વિદાય પછી આ ચાર્જ કોને સોંપવામાં આવે છે તે જોવાનું રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: AMC માં મ્યુનિસિપલ કમિશનરો અને ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની કરાઈ બદલી

આ પણ વાંચો: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટા પાયે ફેરફારોઃ 171 અધિકારીઓની બદલી

આ પણ વાંચો: અમદાવાદના પોલીસ કમિશનરનો સપાટો : 19 વહાવટદારોની “કે કંપનીમાં”બદલી