રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે રેમડીસીવર ઇન્જેકશનના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ડમી ગ્રાહક ઉભા કરીને આખું છટકું ગોઠવ્યું હતું. જેમાં એક મહિલા સહિત પાંચ શખ્સની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા પાંચ માંથી એક આરોપી સિવીલ હોસ્પિટલનો રોજમદાર કર્મચારી હોવાનું પણ સામે આવ્યુ છે. ત્યારે પોલીસે ઇન્જેકશનના કાળા કારોબાર નો છેડો કેટલે ઊંડો છે તે દિશામાં તપાસની કામગીરી શરુ કરી છે
ધરપકડ કરાયેલા આરોપીઓમાં
દેવયાની ચાવડા
વિશાલ ગોહેલ
અંકિત રાઠોડ
જગદિશ શેઠ
હિંમત ચાવડા વિગેરે નો સમાવેશ થાય છે. જે લોભ લાલચ ના કારણે લોકો સાથે છેતરપિંડી આચરે છે. કોરોના મહામારી વચ્ચે આ આરોપીઓ લોકોને છેતરી જીવન રક્ષક એવા રેમડેસિવર નામના ઇન્જેકશનનો કાળો કારોબાર ચલાવતા હતા. રાજકોટની ક્રાઇમ બ્રાન્ચને આ અંગે માહિતી મળી હતી જેના આધારે પોલીસે ડમી ગ્રાહક ઉભા કરીને બે ઇન્જેકશનની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતુ અને દેવયાની ચાવડાનો સંપર્ક કર્યો હતો જેના આધારે પોલીસે આખી ટોળકીના ગોરખ ધંધા નો પર્દાફાશ કર્યો. મીડિયા સાથે વાત કરતા ક્રાઇમ બ્રાન્ચના ACP ડી. વી. બસિયાએ જણાવ્યું કે 4200 રૂપિયામાં આવતા આ ઇન્જેકશન આ ટોળકી 10 હજાર રૂપિયામાં વહેંચતા હોવાનું સામે આવ્યું છે જો કે અત્યાર સુઘીમાં કેટલા લોકોને વધારા ના ભાવમાં ઇન્જેકશન આપ્યા છે તે દિશામાં તપાસ ચાલુ છે.
કઇ રીતે ટોળકી પકડાઈ
રાજકોટમાં રેમડીસીવર ઇન્જેકશનની અછત અને તેના કાળા બજારની ફરિયાદો ઉઠી હતી જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે ડમી ગ્રાહક ઉભા કર્યા જેના આધારે દેવયાનીનો સંપર્ક કર્યો દેવયાની ચાવડાએ આ ઇન્જેકશન 10 હજારનું એક એમ બે ઇન્જેકશનના 20 હજારની માંગ કરી જેને સહમત થતા પોલીસે છટકું ગોઠવ્યુ અને દેવયાની ચાવડા પાસે ઇન્જેકશન મંગાવવામાં આવ્યા જે બાદ વિશાલ ગોહેલ નામનો શખ્સ આ ઇન્જેકશન લઇને આવ્યો હતો. વિશાલની પુછપરછ કરતા તેને આ ઇન્જેકશન જલારામ હોસ્પિટલ રાહત મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા અંકિત રાઠોડ અને જગદિશ શેઠ પાસેથી 15 હજારમાં લીઘા હોવાની કબૂલાત આપી હતી. જગદિશ શેઠે આ ઇન્જેકશન હિંમત ચૌહાણ નામના વ્યક્તિ પાસેથી લીધા હોવાનું સામે આવ્યું. ચોંકાવનારી વાત તો એ છે કે હિંમત ચૌહાણ રાજકોટની સિવીલ હોસ્પિટલમાં રોજમદાર તરીકે નર્સિંગ વિભાગમાં છેલ્લા 10 મહિનાથી નોકરી કરે છે આ શખ્સ કોઇપણ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન કે વિગત લીઘા વગર જ ઇન્જેકશનનો આ જથ્થો આપતો હોવાનું પણ સામે આવ્યુ છે જેની પોલીસે વધુ પુછપરછ શરૂ કરી છે.
હાલ તો પોલીસે માનવતાના આ દુશ્મનોની પુછપરછ શરૂ કરી છે અને આ શખ્સોએ અત્યાર સુઘીમાં કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે જો કે કેટલાક સવાલો પણ અહીં ઉભા થઇ રહ્યા છે જેના જવાબ પોલીસ મેળવી રહી છે.
ધ્રુવ કુંડેલ રાજકોટ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
