GirSomnath News: ગીર સોમનાથમાં બારેમેઘ ખાંગા થયા છે. તેમા પણ ગીરસોમનાથના સુત્રાપાડામાં પડેલા ભારે વરસાદના કારણે બધુ જળબંબાકાર થઈ ગયું હતું. વરસાદ એવો ત્રાટક્યો હતો કે બે કલાકમાં સાડા પાંચ ઇંચ પડી ગયો હતો અને છેલ્લા 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તેમા પણ સૂત્રાપાડાના અનેક ગામો પાણીથી તરબતર થઈ ગયા હતા.
સુત્રાપાડાના કોળીવાડા વિસ્તારમાં રહેણાક મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા હતા. પાણી ઘરોમાં ઘૂસવાના લીધે ઘરવખરીને નુકસાન થયું હતું. આ વિસ્તારમાં આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા હતા, તેના કારણે દુકાનોમાં રાખવામાં આવેલો માલ બગડી ગયો હતો. અચાનક જ વરસાદી પાણીના આગમનના લીધે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સૂત્રાપાડામાં વહેલી સવારથી જ 4થી 6માં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. ગીર ગઢડામાં રાત્રે બેથી ચારમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો.
આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના મોડલના વિશ્લેષણ મુજબ આગામી 19થી 21 ગુજરાત અને તેમા પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી છે. વરસાદના પ્રમાણને જોતાં અહીં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન કચ્છમાં પણ અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી મુજબ એક સિસ્ટમ છત્તીસગઢ પર બનશે, જેના પછી તે ગુજરાત પર આવશે. તેની અસના કારણે ગુજરાતમાં 18થી 21 તારીખ સુધી અતિથી ભારે વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત વધુ એક સિસ્ટમ પણ સક્રિય થવાની છે. તેના કારણે ગુજરાતમાં 24થી 28 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું અનુમાન છે.
આ પણ વાંચો: Gujarat Weather forecast/Gujarat Rain Alert: આજે ગુજરાતનાં 9 જિલ્લાઓમાં પડશે મુશળધાર વરસાદ, બે દિવસ બાદ ભૂકકા બોલાવશે!
આ પણ વાંચો: રાજ્યમાં મેઘરાજાની મહેરઃ છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં પડ્યો વરસાદ
આ પણ વાંચો: Gujarat Weather/ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
