Vadodara News: શહેરમાં હોર્ડિંગોને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. જમીન-મિલકત શાખાના અધિકારીઓ દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમ સાથે જોડાયેલા હોર્ડિંગો (Hoarding controversy) ઉતારવામાં આવતા ચર્ચાનો માહોલ ગરમાયો છે.
Hoarding controversy વડોદરામાં હંગામો
માહિતી મુજબ, શહેરમાં અનેક ગેરકાયદેસર અને વિવાદાસ્પદ હોર્ડિંગો (Hoarding controversy) લાંબા સમયથી યથાવત જોવા મળે છે, પરંતુ તેમ સામે કાર્યવાહી કરવામાં શાખાની નિષ્ક્રિયતા અંગે સવાલો ઊભા થયા છે. બીજી તરફ, વડાપ્રધાનના કાર્યક્રમ અને સરદારધામના લોકાર્પણ સાથે જોડાયેલા હોર્ડિંગો ઉતારવામાં આવ્યા હોવાથી વિભાગની કામગીરી પર આક્ષેપો થઈ રહ્યા છે.
સ્થાનિક લોકો અને રાજકીય વર્તુળોમાં પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કે જ્યાં શહેરમાં હોર્ડિંગોનું “જંગલ” ઉભું છે, ત્યાં ચોક્કસ હોર્ડિંગો સામે જ કાર્યવાહી કેમ કરવામાં આવી? શું આ કાર્યવાહી પસંદગી આધારિત છે કે નિયમો અનુસાર?
આ મામલે જમીન-મિલકત શાખાના એક અધિકારીએ પોતાનો બચાવ કરતા જણાવ્યું કે કાર્યવાહી નિયમો મુજબ કરવામાં આવી છે અને કોઈપણ પ્રકારની પક્ષપાતી નીતિ અપનાવવામાં આવી નથી. તેમણે ઉમેર્યું કે ગેરકાયદેસર હોર્ડિંગો સામે કાર્યવાહી ચાલુ છે.તેમ છતાં, આ ઘટનાએ શહેરમાં પ્રશાસનની કામગીરી અને પારદર્શિતા અંગે ચર્ચા ઊભી કરી છે. હવે આ વિવાદમાં આગળ શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો:AMCની બેદરકારીઃ કોમનવેલ્થના હોર્ડિંગથી મોપેડ સવાર દંપતી ઘાયલ
આ પણ વાંચો:સુરતમાં સંગીતા પાટીલના જન્મદિવસના હોર્ડિંગ્સથી વિવાદ, PM મોદી-CR પાટીલ કરતાં MLAના વધુ બેનર
આ પણ વાંચો:હોર્ડિંગ માટે વૃક્ષોની બલિ, જવાબદારી કોની !
