MANTAVYA Vishesh/ હોર્ડિંગ માટે વૃક્ષોની બલિ, જવાબદારી કોની !

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં શહેરોનું ગ્રીન કવર વધે અને પ્રજાએ ઓછી ગરમીનો સામનો કરવો પડે ઉપરાંત ક્લાઇમેટ ચેન્જને પહોંચી વળી શકાય તે માટે દેશમાં વધુ વૃક્ષ વાવવાની ઝુંબેશ ચલાવી રહ્યા છે. તેની સામે અમદાવાદમાં વિવિધ સોસાયટીઓ અને જાહેરખબરની એજન્સીઓ ફક્ત રૂપિયા કમાવવા માટે આડેધડ રીતે વૃક્ષો કાપી રહી છે.

Mantavya Vishesh

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં શહેરોનું ગ્રીન કવર વધે અને પ્રજાએ ઓછી ગરમીનો સામનો કરવો પડે ઉપરાંત ક્લાઇમેટ ચેન્જને પહોંચી વળી શકાય તે માટે દેશમાં વધુ વૃક્ષ વાવવાની ઝુંબેશ ચલાવી રહ્યા છે. તેની સામે અમદાવાદમાં વિવિધ સોસાયટીઓ અને જાહેરખબરની એજન્સીઓ ફક્ત રૂપિયા કમાવવા માટે આડેધડ રીતે વૃક્ષો કાપી રહી છે. જાહેરખબરની એજન્સીઓ દ્વારા આ પ્રકારના વૃક્ષછેદનને લઈને મ્યુનિસિપાલિટીનું તંત્ર ઘોર અંધારામાં છે. આ પ્રકારના વૃક્ષછેદન અંગે તેમને કોઈ જાણ જ નથી. આમ કોઈપણ બાબતને લઈને તંત્રનો અભિગમ હંમેશા ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો જ રહ્યો છે. ઘટનાઓથી લઈને દુર્ઘટનાઓ બની, પણ તેનો આ અભિગમ હજી બદલાયો નથી.

આ ઘટનામાં ઉમેરો કરતાં હોય તેમ તાજેતરમાં અમદાવાદમા સીજી રોડ પર આવેલા સમીર કોમ્પ્લેક્સ પાસેના પાંચ ઘટટોપ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. આ વૃક્ષો ઉનાળાની આ બળબળતી ગરમીમાં કોમ્પ્લેક્સમાં આવનારાઓને છાંયો પૂરો પાડતા હતા. હવે આ વૃક્ષોનો ગુનો ફક્ત એટલો જ હતો કે તેના કારણે જાહેરખબરના હોર્ડિંગ દેખાતા ન હતા, બસ આ હોર્ડિંગ દેખાતા ન હોવાની કિંમત વૃક્ષોએ ચૂકવી હતી. હવે લોકોએ તો ફરિયાદ કરી ન હતી કે આ હોર્ડિંગ અમને દેખાતા નથી, તો પણ હોર્ડિંગ લગાવતી એજન્સીઓએ મ્યુનિસિપાલિટીનું કોઈપણ પ્રકારનું ધ્યાન દોર્યા વગર કે તેમની કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર તેને તોડી પાડ્યા છે. આટલું થયું તેની પાછી મ્યુનિસિપાલિટીને ખબર પણ નથી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના જાણમાં જ્યારે આ વાત આવી તો તેણે કોમ્પ્લેક્સના ચેરમેનને નોટિસ પાઠવીને સંતોષ માની લીધો છે, પણ આ વૃક્ષ કેમ કાપવામાં આવ્યા. એડ એજન્સીઓએ આ વૃક્ષ કોને પૂછીને કાપ્યા, તેમની મંજૂરી કેમ ન લેવામાં આવી તેવી કોઈપણ પ્રકારની પૂછપરછ કરી નથી અથવા તો કાર્યવાહી કરી નથી.

આ નોટિસની સાથે હવે આ વૃક્ષો કાપવાના મુદ્દે ખો આપવાની રમત ચાલુ થઈ ગઈ છે. વૃક્ષો એડ એજન્સી કાપી ગઈ હોવાનું માનવામાં આવે છે, પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેની નોટિસ કોમ્પ્લેક્સના ચેરમેન અને સેક્રેટરીને પાઠવી છે. ચેરમેન અને સેક્રેટરીનું કહેવું છે કે અમને તો આ વૃક્ષ કોણ કાપી ગયા તેની ખબર જ નથી. આ તો શું અમારા કોમ્પ્લેક્સ સામે કાલે ઉઠીને કોઈ અકસ્માત થાય તો તેના માટે પણ અમને નોટિસ આપવાની, તેવી આ વાત છે. હવે તે મ્યુનિસિપાલિટીએ જોવું જોઈએ કે આ ઝાડ કોણ કાપી ગયું, અમારા કોમ્પ્લેક્સની કંઇક અંદર થયું હોય તો તેનો જવાબ માંગે તો બરોબર છે, પરંતુ આ રીતે બહારના ઝાડને કોઈ કાપી જાય તેની નોટિસ અમને તે કઈ રીતે ફટકારી શકે.

આ અંગે કેટલાક લોકોનું કહેવું છે કે કોર્પોરેશન હોર્ડિંગ લગાવતી એજન્સીને નોટિસ શું કામ ફટકારે, તે તો કોર્પોરેશનને કમાણી કરી આપતી દૂઝણી ગાય છે. આમ અહીં ગુનો કર્યો તે ગુનેગારના ગળામાં નહીં પણ દોરડું ફિટ થતું હોય તેના ગળામાં ગાળિયો પહેરાવવાનો અભિગમ તંત્રએ અપનાવ્યો છે.

આ બે વિસ્તાર જ નહીં વિરાટનગરમાં પણ કેટલાક દિવસ અગાઉ ફક્ત હોર્ડિંગ દેખાય તે માટે એડ એજન્સીએ 50 વૃક્ષ કાપી નાખ્યા હતા. આ બંને સ્થળે હોર્ડિંગ લગાવવા માટે સોસાયટીએ મંજૂરી આપી હતી, કારણ કે સોસાયટીને તેના બદલામાં આવક થવાની હતી.

શહેરમાં જાહેર રસ્તા પરના વૃક્ષો કાપવાની સત્તા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) પાસે જ છે. આ સંજોગોમાં હવે કોઈ જો કોઈપણ વૃક્ષ કાપે છે તો તેણે જવાબ આપવો પડે છે. હવે જો એડ એજન્સીઓ વૃક્ષ કાપે છે તો મ્યુનિસિપાલિટી તેમની પાસેથી જવાબ કેમ માંગતી નથી. આ એડ એજન્સીઓના આકાઓ સાથે મ્યુનિસિપાલિટીના હોદ્દેદારોને એવા તે કેવા ઘનિષ્ઠ સંબંધો છે કે સરેઆમ નિયમોના ભંગ છતાં તેમને નોટિસ પાઠવવાની તસ્દી સુદ્ધા પણ લેવાતી નથી.

આના બદલે જો સામાન્ય નાગરિકે આવું કોઈ કૃત્ય કર્યુ હોત તો મ્યુનિપાલિટીએ તેના પર રીતસરની તડી પાડી હોત, તેને નોટિસ ફટકારી હોત અને એટલું જ નહીં તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો પણ પ્રારંભ કરી દીધો હોત. પણ એડ એજન્સીએ વૃક્ષ કાપતા મ્યુનિસિપાલિટી હાલમાં જાણે તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપનો અભિગમ અપનાવી રહ્યું છે.

નાગરિકોને અધિકારો અને સત્તાની ખબર ન હોવાથી તે ફક્ત વૃક્ષ કપાતા તેમનો છાંયડો ગયો હોવાનો વસવસો કરીને રહી જાય છે. આ વાત ફક્ત અમદાવાદ શહેર પૂરતી જ મર્યાદિત નથી, રાજ્યના બીજા શહેરોમાં પણ વૃક્ષ કાપવાને લઈને આ જ સ્થિતિ છે. કરે કોઈને ભરે કોઈને અભિગમ મ્યુનિસિપાલિટી દાખવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી