ગુજરાતના IAS અધિકારીઓના વર્તુળોમાં સરળતા, સહજતા અને સંવેદનશીલ અભિગમની વાત આવે ત્યારે IAS સંજયકુમાર મોદીનું નામ મોખરે હોય છે. આ જ અભિગમના કારણે નર્મદા જિલ્લા જેવા પછાત મનાતા જિલ્લામાં તે લોકલાડીલના જિલ્લા કલેક્ટર બની ગયા છે. સામાન્ય રીતે સરકારી અધિકારી અને પ્રજા બંનેને આડવેર હોય છે, પ્રજા સરકારી અધિકારીના ઉંબરા સુધી પણ જવાનો વિચાર કરતી નથી, પ્રજાએ જ્યારે કોઈ સરકારી અધિકારીનો ઉંબરો ચઢવાનો હોય તો કેટલીય વખત વિચાર કરે છે અને પછી ચઢે છે. આ ઊંબરો પણ તે માન્યતા સાથે જ તે ચઢે છે કે તેમની વાત સાંભળવામાં તો નહીં જ આવે, તેમની તકલીફોનો ઉકેલ જ નહી મળે.
આદિવાસીઓ માટે સોલ્યુશન પ્રોવાઇડર
પણ કલેક્ટર IAS સંજયકુમાર મોદીની વાત આવે ત્યારે આખી વાત વિપરીત બની જાય છે. નર્મદા જિલ્લાની અબુધ અને આદિવાસી પ્રજા પણ તેમનો ઊંબરો ચઢતા શરમાતી નથી, તેઓ કોઈપણ તકલીફ હોય તો તેમની પાસે દોડી જાય છે. આ પ્રજાજનોને ખબર છે કે તેમની જે પણ સમસ્યા છે તો તેમનો તોડ હશે તો જિલ્લા કલેક્ટર સંજયકુમાર મોદી પાસે જ હશે. જો તેમની પાસે તેમની સમસ્યાનો ઉકેલ નહીં હોય તો બીજા કોઈપણ પાસે નહીં હોય.

તેમના સરળ અને સહજ અભિગમના કારણે ઘણાય આદિવાસીઓ તો તેમને સવાયા આદિવાસી માને છે. તેઓ તેમના સંવેદનશીલ અભિગમ દ્વારા આદિવાસીઓના જીવનમાં શિક્ષણ લાવીને તેમના જીવન સ્તરને ઊચું લાવવા માંગે છે. આદિવાસી કલ્યાણનો તેમણે જાણે ભેખ ધારણ કર્યો હોય તેમ આદિવાસીઓના ઉત્કર્ષ માટે તે કામ કરે છે.
આદિવાસીઓમાં પોષણનું સ્તર ઊંચે લાવ્યા

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યું હોવાથી પ્રવાસીઓનો સતત ધસારો રહે છે. તેમણે અહીં આદિવાસી યુવાનોને પ્રવાસન્ સાથે જોડ્યા છે. સરકારને દરેક યોજનાનો લાભ આદિવાસીઓને મળે તે જોવા માટે તે સતત પ્રયત્નશીલ છે. આદિવાસીઓના શિક્ષણની સાથે આરોગ્ય અને પોષણની સ્થિતિમાં સુધારો કરવા માટે તે દિવસ રાત મહેનત કરી રહ્યા છે.
સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી

આદિવાસી વિસ્તારોમાં સરકારની યોજનાઓ છેવાડાના સ્તર સુધી પહોંચે છે કે નહીં તેની તેઓ જાત ચકાસણી કરે છે. સરકારી યોજનાઓમાં જવાબદેહિતા લાવવા તેઓ ડિજિટલ ગવર્નન્સને પ્રાધાન્ય આપે છે. આદિવાસીઓને તેમની જમીન મળે અને તેના અધિકારપત્ર મળે તેનું તેમણે ખાસ ધ્યાન રાખ્યું છે. આદિવાસીઓના હક્કો પર કોઈ તરાપ ન મારી ન જાય તેની તે સતત ચોકસાઈ રાખે છે. તેઓ આશા રાખતા નથી કે આદિવાસી તેમના પ્રશ્નો કે સમસ્યાઓ માટે છેક ઓફિસો સુધી લાંબા થાય. તેના બદલે તે પોતે જ આદિવાસી ગામોમાં જઈને ગ્રામ સભા યોજે છે અને તેમની તકલીફો સાંભળે છે તથા તંત્ર તરફથી મુશ્કેલીઓનું નિવારણ પણ કરે છે.

શિક્ષણના મોરચે નોંધનીય પ્રદાન
નર્મદા જિલ્લામાં પોષણનું સ્તર ઊંચે લાવવામાં તેમની કામગીરીની રાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવામાં આવી હતી. આ બદલ તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેઓનું સૂત્ર છે કે નામ નહીં કામ બોલવું જોઈએ, કામથી નામ થાય. નામથી કામ ન થાય. તેઓ સતત આ જ ફિલોસોફીનું સતત પાલન કરતાં આવ્યા છે. તેમણે કોમર્સમાં સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી કાયદામાં પણ સ્નાતકની ડિગ્રી મેળવી છે. કોમર્સના બેકગ્રાઉન્ડ અને કાયદાકીય જાણકારીના લીધે તેઓ વહીવટી નિર્ણયો ખૂબ જ સચોટતાથી લઈ શકે છે.
આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને રાજકીય રીતે પછાત આદિવાસીઓ પરથી આ પછાતપણાનું ટેગ દૂર કરવાનું બીડુ સંજયકુમારે ઝડપ્યું છે. તેમના આ અભિયાનમાં તેમણે નવી જ કેડી કંડારી છે. તેના કારણે તેઓ ભાવિ અધિકારીઓ માટે પણ પથદર્શક અને કામગીરીના નવા જ માપદંડ સ્થાપનારા અધિકારી બન્યા છે. તેમણે જનસેવાની આ અનોખી મિસાલ રજૂ કરી છે, તે બીજા અધિકારીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે.
આ પણ વાંચો:IAS ઓફિસર ક્ષિપ્રા આગ્રેનું સૂત્રઃ લોકોના પ્રશ્નો ઉકેલવા જ નહીં, જીવનસ્તર ઊંચે લઈ જવું સાચી સફળતા
આ પણ વાંચો:જનસંવાદને જનઉકેલની ચાવી માને છે IAS ઓફિસર શાલિની દુહાન
આ પણ વાંચો:ત્રણ-ત્રણ ગિનીઝ બૂક રેકોર્ડ ધરાવતા IAS ઓફિસરઃ શાલિની અગ્રવાલ

