MANTAVYA Vishesh/ IAS ઓફિસર ક્ષિપ્રા આગ્રેનું સૂત્રઃ લોકોના પ્રશ્નો ઉકેલવા જ નહીં, જીવનસ્તર ઊંચે લઈ જવું સાચી સફળતા

IAS Kshipra Agre: લોકોનું જીવનધોરણ ઉકેલવું જ વહીવટી અધિકારીની સાચી ક્ષમતા

Mantavya Vishesh
પાયાના કામને ટોચે લઈ જવાની ક્ષમતા –IAS Kshipra Agre

IAS Kshipra Agre:ગુજરાત સરકારને જ્યારે પણ કોઈ સરકારી વિભાગોમાં સ્થિતિ અંકુશની બહાર જતી લાગે અને નિયમ પાલન અને ગેરશિસ્ત વધુ પડતી લાગે ત્યારે ત્યાં સ્થિતિ અંકુશમાં લાવવા જો સરકારને નજરે ચઢતું કોઈ નામ હોય તો તે આઇએએસ અધિકારી ક્ષિપ્રા આગ્રે (IAS Kshipra Agre) છે. 2014ની ગુજરાત કેડરના આ આઇએએસ અધિકારી ફક્ત સ્વચ્છ વહીવટ જ નહીં નિયમ પાલનમાં ચુસ્તતા અને શિસ્તબદ્ધ અભિગમમાં માને છે. તે પોતે પણ આ જ પ્રકારની જીવનશૈલી ધરાવે છે અને તે સરકારી વિભાગોમાં પણ આ જ પ્રકારની શિસ્તનો આગ્રહ રાખે છે. સરકારી વિભાગોમાં ગેરશિસ્ત બદલ સૌથી વધુ પગલાં લેનારા અધિકારીઓમાં એક માનવામાં આવે છે.

IAS Kshipra Agre

IAS Kshipra Agre: વહીવટી કાર્યોને આપી નવી ઓળખ

તેમણે કડક અધિકારી તરીકેની જ છાપ છોડી છે તેવું નથી, આણંદ જિલ્લામાં ગ્રામીણ વિકાસ અને મહિલા સશક્તીકરણના કરેલા કામ પણ આજે પણ લોકો યાદ રાખે છે. ગુજરાતમાં પાયાના સ્તરે મહિલા ઉત્કર્ષના કરેલા કામની ગણતરી થાય ત્યારે તેમનું નામ સૌથી પહેલાં લેવામાં આવે છે.  પાયાના સ્તરથી કામ શરૂ કરવું પરંતુ તેને ઊંચા સ્તર સુધી લઈ જવું જેથી કામ અને કામ કરનારા બંનેની પ્રતિષ્ઠા બને તે તેમના કામની સૌથી મોટી ખાસિયત છે. તેના કારણે ક્ષિપ્રા આગ્રેની સાથે કામ કરનારાઓને પણ સરકારી વિભાગોમાં સન્માનની નજર જોવાય છે અને તેમને વધારે જવાબદારીઓ સોંપવામાં આવે છે.

IAS Kshipra Agre

મક્કમ અને નિર્ણાયક અભિગમ

મક્કમ અને નિર્ણાયક અભિગમની સાથે ચોકસાઈભરી કામગીરીએ આઇએએસ અધિકારી તરીકે ક્ષિપ્રા આગ્રે (IAS Kshipra Agre)ને એક અલગ જ સ્તરના અધિકારી બનાવ્યા છે. ક્ષિપ્રા આગ્રે વહીવટી અધિકારી તરીકેની ભૂમિકાને ફક્ત ફરિયાદ નિવારણ પૂરતી જ સીમિત માનતા નથી. એક વહીવટી અધિકારી હોવું એટલે ફક્ત લોકોના પ્રશ્ન ઉકેલવા તેવું નહીં, પરંતુ લોકોના જીવન સ્તરને ઊંચે લઈ જવાની કામગીરીના સ્વરૂપમાં પણ જુએ છે. તેઓ સ્પષ્ટપણે માને છે કે જો વહીવટી અધિકારી પોતાની કામગીરીના સ્તરને ઉચકી શકે તો તે લોકોના જીવનધોરણના સ્તરને ઉચકી શકે છે. લોકોનું જીવનધોરણ ઉચકાય તે જ વહીવટી અધિકારીની સાચી સફળતા છે.

IAS Kshipra Agre

ફિલ્ડ વિઝિટને પ્રાધાન્ય

આ જ અભિગમનું પાલન કરવા માટે તેમણે અધિકારી તરીકે ફક્ત ઓફિસમાં બેસી ન રહેતા તે તેમના દરેક મહત્વના કામની ફિલ્ડ વિઝિટ કરે છે, ફક્ત ફાઇલોની જ નહીં, ફાઇલોની આંતરિક વિગતોની સ્થળ પર જઈને જાત ચકાસણી પણ કરે છે. તેમના ક્વોલિટી કંટ્રોલના આ અભિગમની સરકારમાં ટોચના સ્તરે પણ પ્રશંસા થઈ છે. જમીન મહેસૂલના પ્રશ્નો કોઈપણ સરકાર માટે માથાના દુઃખાવા સમાન મનાય છે. આવા પ્રશ્નોને તેમણે પ્રજાકીય વિરોધને ખાળીને તેમની આગવી કુનેહ અને સમજત તથા સંવાદની શક્તિથી ઉકેલી આપ્યા છે. તેથી જ કોઈપણ વિવાદ ઉકેલવાનું કામ હોય તો સરકારની નજર પહેલા તેમના પર જ જાય છે.

IAS Kshipra Agre

ભ્રષ્ટાચારની ડામવા કામગીરી કરી ઓનલાઇન

આ ઉપરાંત ભ્રષ્ટાચારને ડામવા માટે તેમણે લગભગ દરેક વહીવટી પ્રક્રિયા ઓનલાઇન કરી છે, ઘણી બધી કામગીરી ઓનલાઇન કરી છે. તેનો સીધો લાભ ફક્ત લોકોને નહીં સરકારી તંત્રને પણ મળી રહ્યો છે. વલસાડના જિલ્લા કલેક્ટર તરીકે તેમણે બજાવેલી કામગીરીને શિરમોર માનવામાં આવે છે. તેમણે તેમના કાર્યકાળમાં સરકારી વિભાગોની કામ કરવાની શૈલી જ બદલી નાખી છે. તેમણે જનસંવાદને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. જનસંવાદ થતી સમસ્યાઓનો ઉકેલ તેમની પ્રાથમિકતા રહી છે. તેમના લોકાભિમુખ વહીવટના કારણે પ્રજાકીય પ્રશ્નોને નિયત સમયમર્યાદામાં ઉકેલવામાં સફળતા મળી છે.

IAS Kshipra Agre

વિવિધ એવોર્ડ્સથી નવાજાયા

દરેક હોદ્દા પર તેમની કામગીરીનું સ્તર એટલું ઊંચું રહ્યું છે કે રાજ્ય સરકારે તેમને વિવિધ એવોર્ડથી નવાજ્યા છે. તેમા વલસાડ અને નવસારી જિલ્લામાં મહેસૂલી પ્રશ્નોના નિકાલ બદલ તેમને રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ કલેક્ટરનો એવોર્ડ મળ્યો છે. ડિજિટલ ઇન્ડિયા અને ઇ-ગવર્નન્સનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર ઘટાડવા બદલ તેમને સ્કોચ એવોર્ડ મળ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે યુવા અને મહિલા મતદારોની સંખ્યા વધારવા ખાસ પ્રયત્નો કર્યા હતા. તેના પછી દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ વખતે કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે પ્રકારનું ક્રાઇસીસ મેનેજમેન્ટ કરવા બદલ તેમને મુખ્યમંત્રી દ્વારા બીરદાવવામાં આવ્યા હતા.

IAS Kshipra Agre

આ સિવાય આણંદમાં ડીડીઓની કામગીરી બદલ પણ સ્વચ્છ ભારત મિશન, જળશક્તિ અભિયાન અને કુપોષણમુક્ત અભિયાનમાં મેળવેલી સિદ્ધિઓ બદલ તેમને વિવિધ કેન્દ્રીય અને રાજ્યસ્તરના એવોર્ડ મળ્યા છે. જો કે ક્ષિપ્રા આગ્રે (IAS Kshipra Agre) આજે પણ આ એવોર્ડ છતાં પોતાના કામને વધુ સન્માન આપે છે, જે પણ મળ્યું છે તે કામ થકી જ મળ્યું છે તેમ તેઓ કહે છે.

IAS Kshipra Agre


આ પણ વાંચો:જનસંવાદને જનઉકેલની ચાવી માને છે IAS ઓફિસર શાલિની દુહાન

આ પણ વાંચો:નવી ટેકનોલોજી-વ્યૂહરચનાઓથી પશુપાલકોને આત્મનિર્ભર બનાવવાનું અશોક ચૌધરીનું ધ્યેય

આ પણ વાંચો:ત્રણ-ત્રણ ગિનીઝ બૂક રેકોર્ડ ધરાવતા IAS ઓફિસરઃ શાલિની અગ્રવાલ