Entertainment News: સુરતમાં રવિવારે બોલીવુડ સ્ટાર કપલ સૈફ અલી ખાન(Saif Ali Khan) અને કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ના આગમનથી એક તરફ ગ્લેમર અને ઉત્સાહની સાથે વિરોધ (Protest) જોવા મળ્યો, તો બીજી તરફ અચાનક થયેલા વિરોધ પ્રદર્શન (Protest) ને કારણે વાતાવરણ તંગ બની ગયું હતું. ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)માં પોતાની ટીમને સપોર્ટ કરવા સુરત આવેલા સૈફ અલી ખાન (Saif Ali Khan)ને સ્ટેડિયમ બહાર સ્થાનિક યુવકોના વિરોધ (Protest) નો સામનો કરવો પડ્યો હતો.
ISPLમાં ટીમને સપોર્ટ કરવા સુરત આવ્યા સૈફ-કરીના
સૈફ અલી ખાન (Saif Ali Khan)અને કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ISPLમાં પોતાની ટીમ ‘કોલકતા ટાઇગર્સ’ને સપોર્ટ કરવા માટે મુંબઈથી ખાસ સુરત આવ્યા હતા. બંને સ્ટાર સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતા જ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એરપોર્ટ પર ચાહકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ફોટા અને વીડિયો લેવા માટે લોકો ઉમટી પડ્યા હતા.
એરપોર્ટ પરથી સૈફ અને કરીના સીધા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પહોંચ્યા હતા. સ્ટેડિયમમાં ‘કોલકતા ટાઇગર્સ’ અને ‘અમદાવાદ’ વચ્ચે રોમાંચક મેચ ચાલી રહી હતી. મેચ દરમિયાન બંને સ્ટાર સ્ટેન્ડમાં બેઠા રહી પોતાની ટીમને ઉત્સાહપૂર્વક ચીયર કરતા જોવા મળ્યા હતા, જેને કારણે પ્રેક્ષકોમાં ખાસ આકર્ષણ જોવા મળ્યું હતું.
સૈફ અલી ખાન (Saif Ali Khan) સામે સ્ટેડિયમમાં ગ્લેમર, બહાર ઉગ્ર વિરોધ
જ્યારે મેચ પૂર્ણ થઈ અને સૈફ અલી ખાન (Saif Ali Khan) તથા કરીના કપૂર ખાન(Kareena Kapoor Khan)સ્ટેડિયમની બહાર નીકળવા લાગ્યા, ત્યારે વાતાવરણ અચાનક બદલાઈ ગયું. સ્ટેડિયમની બહાર પહેલેથી જ એકઠા થયેલા કેટલાક સ્થાનિક યુવકોએ સૈફ અલી ખાનના વિરોધ (Protest) માં કાળા વાવટા ફરકાવ્યા હતા.
વિરોધ કરી રહેલા યુવકો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેના કારણે ત્યાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. અચાનક થયેલા આ વિરોધને કારણે થોડીવાર માટે પરિસ્થિતિ તંગ બની હતી અને સુરક્ષા વ્યવસ્થાની કસોટી થઈ હતી.
એરપોર્ટ બહાર પણ વિરોધ (Protest)ના પ્રયાસો
માહિતી મુજબ સ્ટેડિયમ ઉપરાંત એરપોર્ટ બહાર પણ કેટલાક યુવકો દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ (Protest) નોંધાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, સુરક્ષા વ્યવસ્થા મજબૂત હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
આ સમગ્ર ઘટનાએ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે એક તરફ આંતરરાષ્ટ્રીય સ્તરના બોલીવુડ સ્ટાર્સનું આગમન અને બીજી તરફ જાહેર સ્થળે વિરોધ પ્રદર્શન (Protest) જોવા મળ્યું.
પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થિતિ સંભળી
વિરોધ (Protest)ની તીવ્રતા વધતા સ્ટેડિયમ બહાર હાજર પોલીસ કાફલો તાત્કાલિક હરકતમાં આવ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા યુવકોને દૂર રાખી સૈફ અલી ખાન (Saif Ali Khan)અને કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ના કાફલાને સુરક્ષિત રીતે ત્યાંથી રવાના કર્યો હતો.
આ પણ વાંચો:સૈફ અલી ખાન પર હુમલો કરનારની મુંબઈ પોલીસે કરી ધરપકડ
આ પણ વાંચો:સૈફ અલી ખાન પર છરી વડે હુમલો: શંકાસ્પદ કેમેરામાં કેદ; સીસીટીવીમાં ફોટો
