MANTAVYA Vishesh/ નવી ટેકનોલોજી-વ્યૂહરચનાઓથી પશુપાલકોને આત્મનિર્ભર બનાવવાનું અશોક ચૌધરીનું ધ્યેય

Ashok Chaudhary ફક્ત એક નામ નથી, પરંતુ ઉત્તર ગુજરાતના લાખો પશુપાલકોની આશા છે.

Mantavya Vishesh
Ashok Chaudhary: ગામડાને આત્મનિર્ભર બનાવી સાચુ ગ્રામ સ્વરાજ લાવવાનું ધ્યેય

Ashok Chaudhary: અશોક ચૌધરી ફક્ત મહેસાણા જ નહીં ઉત્તર ગુજરાતના દરેક પશુપાલકના મોઢે બોલતું આ નામ છે. અશોક ચૌધરી ફક્ત એક નામ જ નથી પણ એક નિષ્ઠા, એક સમર્પણ અને પશુપાલકોનું જીવનધોરણ ઊંચુ લાવવાના ઉદ્દાત સમર્પણની મુઠી ઊંચેરી આગવી શખ્સિયત છે. આજે ઉત્તર ગુજરાતમાં પશુપાલનને ગૌરવ બક્ષ્યું હોય તો તે અશોક ચૌધરી (Ashok Chaudhary) છે. તેમના કારણે પશુપાલન આજે ઉત્તર ગુજરાતમાં એક સન્માનનીય ઉદ્યોગ બન્યો છે અને આખા ગુજરાતમાં પણ હવે આ પ્રકારની સ્થિતિ બનવા જઈ રહી છે.

Dudhsagar Dairy Ashok Chaudhary

દૂધસાગર ડેરીના ચેરમેન Ashok Chaudhary

ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પશુપાલનને એક ચળવળ બનાવી દેવાનું શ્રેય અશોક ચૌધરી (Ashok Chaudhary)ના શિરે જાય છે. દૂધસાગર ડેરી (Dudhsagar Dairy)ના ચેરમેન તરીકેના તેમના વહીવટના કારણે આજે પશુપાલકોને તેમના દૂધની અને દૂધના ફેટની કિંમત સીધી તેમના ખાતામાં મળી જાય છે. અશોક ચૌધરીએ તેમના આગવા વિઝન અને અનોખી કુનેહ તથા વિશેષ આવડતની મદદથી ગુજરાતના પશુપાલકોને પગભર બનાવ્યા છે. તેમના કારણે આજે પશુપાલન કરનારાઓ શરમ નહીં ગૌરવ અનુભવે છે. તેના કારણે રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં રહેતાં લોકો પણ પશુપાલન કરવા પ્રેરાયા છે.

Dudhsagar Dairy Ashok Chaudhary

ગુજરાતમાં એક કરોડથી પણ વધારે ઢોર છે અને તેમના પ્રયત્નો જોતાં દૂધાળા ઢોરની સંખ્યા બે કરોડને આંબી જાય તો આશ્ચર્ય નહી થાય. તેમણે ડેરી સેક્ટરનો એટલો વિકાસ કર્યો છે કે તેના કારણે ડેરી ટેકનોલોજિસ્ટોનો એક નવો જ વર્ગ ઊભો થયો છે, જેની પહેલા કલ્પના પણ થઈ શકતી ન હતી. આ ડેરી ટેકનોલોજીસ્ટ્સ દૂધની વિવિધ પેદાશોમાંથી મહત્તમ વળતર કઈ રીતે મેળવી શકાય તે બતાવે છે. તેમણે ડેરી સેક્ટરમાં પરંપરાગત મૂલ્યો જાળવી રાખીને આધુનિકતાનો સમન્વય સાધ્યો છે. તેના કારણે ડેરી ઉત્પાદન વધ્યું છે અને તેનું ટર્નઓવર 65 હજાક કરોડ રૂપિયાને આંબી ગયું છે અને તેમા પણ સંલગ્ન ડેરીઓને ઉમેરીએ તો ટર્નઓવર 90 હજાર કરોડને પણ વટી જાય છે. આગામી નાણાકીય વર્ષમાં જીસીએમએમએફનું ટર્નઓવર રૂ. એક લાખ કરોડ કરવાનું તેમનું લક્ષ્ય છે.

Dudhsagar Dairy Ashok Chaudhary

કચ્છની તોલાણી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યુટમાંથી પોલિટિકલ સાયન્સમાં સ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યુ હતુ. તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગનો અનુભવ ડેરી ઉદ્યોગમાં બરોબર લગાડ્યો હતો. તેમના નેજા હેઠળ ડેરીમાં કામ કરનારાઓ અને પશુપાલકોના વીમાકવચમાં વધારો થયો છે, પશુપાલકોને મળતા વળતરને તેમણે નવા સ્તરે પહોંચાડ્યું છે. આજે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પશુપાલકોના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી)થી સીધા રૂપિયા જમા થઈ જાય છે. આજે પશુપાલકોને તેમના દૂધના અને દૂધની ફેટના જે ભાવ મળી રહ્યા છે અને તાત્કાલિક ચૂકવણી થઈ રહી છે તેનું શ્રેય અશોક ચૌધરીને જાય છે. તેમના નેજા હેઠળ ઓર્ગેનિક ફાર્મિગની ચળવળને વેગ મળ્યો છે અને વધુને વધુ ખેડૂતો તેમા જોતરાઈ રહ્યા છે. તેમણે ખેડૂતો માટે આવકના વૈકલ્પિક સ્ત્રોત તરીકે મધમાખી ઉછેરને પણ પ્રોત્સાહન આપ્યું છે, તેના કારણે ખેડૂતો દૂધ ઉપરાંત મધમાંથી પણ આવક મેળવવા સક્ષમ બન્યા છે.

Dudhsagar Dairy Ashok Chaudhary
Dudhsagar Dairy Ashok Chaudhary

તેમણે 2005માં મહેસાણાની ચિત્રોદીપુરા કોઓપરેટિવ સોસાયટીના સભ્ય બનીને ડેરી સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો. ડેરીના વિકાસમાં સતત નવું પ્રદાન કરવાની તેમની ક્ષમતા જોતાં તેમને 2011માં જ ડેરીના ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. પશુપાલકોના વિકાસની તેમની ધગશ, તેમની આવક વધારવા માટેનો તેમનો ઉત્સાહ અને ટેકનોલોજીકલ જાણકારીના સમન્વયના કારણે તેમને 2015માં દૂધસાગર ડેરીના બોર્ડના સભ્ય બનાવવામાં આવ્યા હતા. દૂધસાગર ડેરીના બોર્ડના સભ્ય બન્યા પછી ડેરીએ નોંધપાત્ર પ્રગતિ સાધતા તેમને 2021માં ચેરમેન બનાવવામાં આવ્યા હતા.

Dudhsagar Dairy Ashok Chaudhary

તેમણે વિપુલ ચૌધરી પાસેથી દૂધસાગર ડેરીનું અધ્યક્ષપદ સંભાળ્યુ હતુ અને તેમના નેજા હેઠળ દૂધસાગર ડેરી (Dudhsagar Dairy)એ જબરદસ્ત વિકાસ સાધ્યો હતો. તેની કામગીરી ફક્ત ગુજરાત પૂરતી મર્યાદિત ન રહેતા હરિયાણા અને ઉત્તર પ્રદેશ સુધી કામગીરી વિસ્તારી છે. આજે 400થી વધુ બાયોગેસ પ્લાન્ટ તેમના કારણે ધમધમી રહ્યા છે અને ગોવર્ધન સ્કીમ હેઠળ તેમણે 2,200થી વધુ મંજૂરી મળી છે. આમ આગામી દિવસોમાં રાજ્યના ગ્રામીણ વિસ્તારોને તે બાયોગેસથી ધમધમતા કરવા માંગે છે. તેમનું ધ્યેય ફક્ત પશુપાલકોને તેમના દૂધની પૂરતી ઉપજ મળી રહે તે પૂરતુ જ સીમિત નથી, તે સાચા અર્થમાં ગ્રામ સ્વરાજ લાવવા માંગે છે. હવે આ ગ્રામ સ્વરાજ ત્યારે જ આવે જો ગામડા આત્મનિર્ભર બને. ગામડાને આત્મનિર્ભર બનાવવા ખેડૂતથી લઈને દરેક ગ્રામજનની આવક વધે તે જરૂરી છે.

Dudhsagar Dairy Ashok Chaudhary

આ જ દિશામાં પશુપાલન, ઓર્ગેનિક ફાર્મિંગ, મધઉછેર પછી તેમનું ધ્યેય બાયોગેસ પ્લાન્ટ્સનું છે. આ પ્લાન્ટ ગાય અને ભેંસના છાણથી જ ચાલતા હશે. આ પ્લાન્ટમાંથી નીકળતા ગેસથી ગામડાના ચૂલાથી લઈને વીજળી સુદ્ધા ચાલતા હશે. તેમનું માનવું છે કે આ ચારેય વસ્તુઓનું સંયોજન ગ્રામીણ જીવનમાં મોટો ચમત્કાર લાવશે. આજે જે લોકો ગામડા છોડીને જઈ રહ્યા છે તે લોકો ગામડામાં પરત આવે તેવી સ્થિતિનું નિર્માણ મારે કરવું છે. ગુજરાતના દરેક જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની તેમની નેમ છે. આત્મનિર્ભર ગામડાની મદદથી ગ્રામ સ્વરાજને હાંસલ કરવું તેમનો મુદ્રાલેખ છે.

Dudhsagar Dairy Ashok Chaudhary

તેઓ વડા બન્યા તે પહેલાં દૂધ સંપાદન એક અબજ લિટરની આસપાસ હતુ તે હવે દોઢ અબજ લિટરની નજીક પહોંચવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લાના 1,200થી વધુ ગ્રામીણ વિસ્તારોની દૂધમંડળીઓના છ લાખથી પણ વધુ ખેડૂતોનું દૂધ દૂધસાગર ડેરીમાં પહોંચે તેની જબરદસ્ત વ્યવસ્થા તેમણે કરેલી છે. તેઓ અસરકારક સંચાલન અને નવા જ પ્રકારની વ્યૂહરચનાઓની મદદથી ફક્ત ગ્રામીણ જ નહીં શહેરી સુખાકારીમાં પણ વધારો કરી રહ્યા છે. તેમના નેજા હેઠળ દૂધનું દૈનિક ધોરણે સંપાદન લગભગ 50 લાખ લિટરે પણ પહોંચવા આવ્યું છે. તેમણે વાજબી અને તાત્કાલિક ભાવ ચૂકવણી કરીને વધુને વધુ પશુપાલકોને તેમના તરફ ખેંચ્યા છે. આ ઉપરાંત તેમણે ગાય અને ભેંસની વધુને વધુ દૂધ આપે તે પ્રકારની ક્ષમતા વિકસાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે અને તેનું માર્ગદર્શન પશુપાલકોને પૂરું પાડ્યું છે.

Dudhsagar Dairy Ashok Chaudhary

આર્થિક વિકાસની સાથે-સાથે સામાજિક કલ્યાણમાં તેમની ભૂમિકાએ તેમને ડેરી સેક્ટરના મહારથીનું બિરુદ આપ્યું છે. અવનવી વ્યૂહરચનાઓની સાથે ટેકનોલોજીનો ઉપયોગ તેમણે ખેડૂતોનું જીવનસ્તર ઊંચે લાવવામાં કર્યો છે. આજે તેમણે હેલ્થ ડ્રિન્કનો પ્લાન્ટ ઊભો કર્યો છે તે છ લાખથી વધુ ખેડૂતોને હેલ્થ ડ્રિન્ક પૂરુ પાડે છે. આ સિવાય લગભગ 500 જેટલા કુપોષિત બાળકોના પોષણની જવાબદારી લીધી છે. થોડા સમય પહેલા લમ્પી રોગ હતો ત્યારે પણ તેમણે ગ્રામીણ સ્તરે પશુધનનું રક્ષણ કરવા રસીકરણ માટે ત્વરિત પગલાં લેતા વધુ નુકસાન ટાળી શકાયું હતું. મહિલા સશક્તીકરણના મોરચે તેમનું પ્રદાન ઉલ્લેખનીય છે.


આ પણ વાંચો:લગ્ન, માતૃત્વ અને કારકિર્દી સહિતના અનેક ઘોડાઓ પર સવાર IAS ઓફિસર પુષ્પલતા યાદવ

આ પણ વાંચો:તળિયાના પ્રશ્નોને ટોચના સ્તરે ઉકેલવાની કુનેહ ધરાવતા IAS અધિકારી કે એસ વસાવા

આ પણ વાંચો:વહીવટી સેવાની સાથે કલા-સાહિત્યનો અકલ્પનીય સુભગ સમન્વય IAS અધિકારી જયંતિ રવિ