MANTAVYA Vishesh/ તળિયાના પ્રશ્નોને ટોચના સ્તરે ઉકેલવાની કુનેહ ધરાવતા IAS અધિકારી કે એસ વસાવા

ખેડૂત પરિવારથી ટોચના વહીવટ સુધી—સાદગી અને સેવાનું પ્રતીક: IAS K.S.Vasava

Mantavya Vishesh
ગ્રામીણ વિકાસનું મજબૂત નામ: IAS K.S.Vasava

IAS K.S.Vasava: ગુજરાતમાં જ્યારે પણ ગ્રામીણ વિકાસ અને આદિવાસી વિકાસની વાત આવી છે ત્યારે સરકારને હંમેશા એક  જ નામ નજરે પડ્યું છે અને તે છે કિશનભાઈ શાહજી વસાવા. તેઓ કે એસ વસાવા (IAS K.S.Vasava)ના નામથી જાણીતા છે. એક સાધારણ આદિવાસી પૃષ્ઠભૂમિમાંથી ખંત અને મહેનતથી ટોચના વહીવટી અધિકારીના હોદ્દા પર કઈ રીતે પહોંચી શકાય તે જોવું હોય તો કે એસ વસાવાને જ જોઈ લો.

ખેડૂત કુટુંબમાં જન્મ

નર્મદા જિલ્લાના વતની કે એસ વસાવા (IAS K.S.Vasava) એક ખેડૂત કુટુંબમાંથી આવે છે. તેની છાપ તેમના કાર્યોમાં પણ પડે છે. 2014ની ગુજરાત કેડરના આ અધિકારીએ તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સ્થાનિક શાળામાં જ પૂરુ કર્યુ હતુ. તેના પછી તેમણે બીઈ સિવિલ કર્યુ હતું. તેઓ તળિયેથી ટોચ પર આવેલા હોવાથી તળિયાના પ્રશ્નોને ટોચના સ્તરથી કુનેહથી કામ કરવામાં તેમને સારી રીતે ફાવટ આવી ગઈ છે. સમાજના તળિયાના લોકોના પ્રશ્નોની સારી સમજ તેમને કામગીરીમાં અને લોકો સાથે કામ પાર પાડવામાં સારી કામ આવી રહી છે. તેના કારણે તેઓ જ્યાં પણ કામ કરવા જાય છે ત્યાં તેમની કામગીરી કરવાની સંવાદલક્ષી શૈલીના કારણે લોકપ્રિય બની જાય છે.

s k.s.vasava

ગ્રામ સ્વરાજને પ્રાધાન્ય

IAS K.S.Vasava તળિયાના સ્તરે જ સ્વતંત્રતાના હિમાયતી છે. તેથી જ ગ્રામીણ સ્વરાજ અને પંચાયતી રાજની સંસ્થાઓમાં તેમને આસ્થા છે. આ જ કારણે તેમણે ભાવનગર અને મહીસાગર જિલ્લામાં ડીડીઓ તરીકેની કામગીરી નીભાવતા પંચાયતી રાજની સંસ્થાઓ મજબૂત કરી હતી અને ગ્રામીણ વિકાસની ઉલ્લેખનીય કામગીરી કરી હતી.

s k.s.vasava

ગાંધીનગરના વિકાસમાં સિંહફાળો

તેમણે ગાંધીનગર અને ભાવનગર મ્યુનિસિપાલિટીમાં બજાવેલી કામગીરી માટે તેમને આજે પણ યાદ રાખવામાં આવે છે. બંનેના વિકાસમાં તેમણે સિંહફાળો આપ્યો છે.. ભાવનગરમાં પરિવહન સેવા સુધારવામાં તેમણે ઉલ્લેખનીય પ્રદાન કર્યુ છે. વહીવટી અધિકારી તરીકે તેમણે ઓપન ડોર પોલિસી અપનાવી છે. તેમની આ નીતિના કારણે સામાન્ય નાગરિકો તેમને મળીને તેમના પ્રશ્નોની રજૂઆત કરી શકે છે.

તેઓ પોતે આદિવાસી સમાજ (Tribal society)માં હોવાથી આદિવાસી કલ્યાણ તેમના રસનો વિષય રહ્યો છે. આદિવાસી સમાજના છેવાડાના વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્યની સેવા પહોંચે અને સમાજના યુવાનોનું જીવનસ્તર હંમેશા ઊંચુ રહે તે તેમના રસનો વિષય રહ્યો છે. તેને તેમણે હંમેશા અગ્રતા આપી છે.

s k.s.vasava

IAS K.S.Vasava: સાદગી અને નમ્રતા

અધિકારી તરીકે કે એસ વસાવા (IAS K.S.Vasava)માં અનેક ખાસિયતો છે, પરંતુ સૌથી મહત્વની ખાસિયત સાદગી અને નમ્રતા છે. કોઈ તેમની પાસે આવે તો તેને જરા પણ અહેસાસ થવા દેતા નથી કે તે બહુ મોટા અધિકારી છે, તેમની પાસે સમય જ નથી. એક અધિકારી તરીકે તેમણે ક્યારેય કોઈની સાથે તુમાખીભરો વ્યવહાર કર્યો નથી. તેમના સ્ટાફ સાથે પણ આવો વ્યવહાર કર્યો નથી. તેના કારણે જ તેમની પ્રતિષ્ઠા જમીન સાથે જોડાયેલા અધિકારીની અને તળિયાના લોકોના અધિકારી તરીકેની છે. લોકો સાથેના આગવા જોડાણના કારણે તેઓ વહીવટી સમસ્યા બહુ જ ઝડપથી ઉકેલી શકે છે. તેથી તે જે પણ વિભાગમાં સમસ્યા હોય ત્યાં પછી બીજા કોઈએ ચિંતા કરવાની રહેતી નથી. તેમની છાપ સોલ્યુશન પ્રોવાઇડર તરીકેની છે.

s k.s.vasava

યોજનાઓના સફળ અમલીકરણથી સરકાર ખુશ

તેથી જ રાજ્ય સરકારની યોજનાઓના સફળ અમલીકરણ માટે રાજ્ય સરકારે પણ તેમને બિરદાવ્યા છે. હાલમાં ડાંગ જિલ્લામાં તેમને જવાબદારી સોંપવામાં આવી હોવાથી માનવામાં આવે છે કે આદિવાસી વિસ્તારનો વિકાસ અને કલ્યાણ બંને થશે.


આ પણ વાંચો:વહીવટી સેવાની સાથે કલા-સાહિત્યનો અકલ્પનીય સુભગ સમન્વય IAS અધિકારી જયંતિ રવિ

આ પણ વાંચો:રાજ્યમાં કામગીરી વડે સુવાસ ફેલાવતા IAS સૌરભ પારધી

આ પણ વાંચો:ગુજરાતમાં સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમના પ્રણેતા છે IAS એમ. નાગરાજન