MANTAVYA Vishesh/ ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. SIRની આ પ્રક્રિયામાં થયેલા ચોંકાવનારા ખુલાસાઓએ તે વાત પુરવાર કરી દીધી હતી કે રાજ્યમાં આ પ્રક્રિયાની કેમ જરૂર પડી છે.

Mantavya Vishesh
મતદાર યાદી SIR

ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. SIRની આ પ્રક્રિયામાં થયેલા ચોંકાવનારા ખુલાસાઓએ તે વાત પુરવાર કરી દીધી હતી કે રાજ્યમાં આ પ્રક્રિયાની કેમ જરૂર પડી છે. મતદાર યાદીની ચકાસણીમાં BLO દ્વારા ઘરે જઈને મતદારોની ચકાસણી કરવામાં આવી છે. આ બધા મતદારોની ગણતરી ઘેર-ઘેર જઈને કરવામાં આવી છે.

મતદાર યાદી

આ મતદાર યાદી સુધારણામાં તંત્રને ખબર પડી કે નવ લાખ મૃતકોના નામ હજી સુધી આ મતદાર યાદી માં ચાલે છે. હવે જો તેના નામ રદ જ કરવામાં ન આવે અને તેને યાદીમાંથી દૂર કરવામાં ન આવે તો તેમના નામે તો વોટિંગ ચાલતું જ રહેવાનું. હવે નવ લાખ વોટ એટલે કમસેકમ નવ વિધાનસભા મતવિસ્તાર અને ત્રણ લોકસભા મતવિસ્તાર પર સીધી અસર પાડી શકે છે. આ બહુ મોટી વાત છે.

હવે અત્યાર સુધી તો આ મૃતકોના નામે વોટિંગ નહીં થઈ હોય તેની શું ખાતરી. આ સ્થિતિનો રાજકીય પક્ષોએ પોતપોતાના મતવિસ્તારમાં ચોક્કસ ફાયદો ઉઠાવ્યો પણ હશે, પછી તે શાસક પક્ષે પણ ઉઠાવ્યો હોય અને વિપક્ષે પણ ઉઠાવ્યો. આ સિવાય અત્યાર સુધી થયેલી SIRની કાર્યવાહીમાં જાણવા મળ્યું કે રીપિટ મતદારોનો આંકડો સવા લાખ સુધી પહોંચી ગયો હતો. આનો સીધો અર્થ એમ થાય કે આ મતદારોના નામ બે કે તેથી વધુ સ્થળોએ નોંધાયેલા હતા. આ બધા મતદારોને ચૂંટણીપંચે તેમનું નામ એક જ સ્થળે રાખવાની ફરજ પાડી છે.

હવે વિચારો નવ લાખ મૃતકોના નામ અને બીજા સવા લાખ જેટલા રીપિટ મતદારોના નામ, ચૂંટણીમાં કેટલો બધો ફેર પાડી શકે છે. તેમા પણ ખાસ કરીને ચૂંટણીમાં ક્લોઝ ફાઇટ હોય ત્યારે જ આ બધો ફરક સ્પષ્ટ દેખાઈ આવે છે. આમ ચૂંટણી પંચે અત્યાર સુધીમાં સવા દસ લાખ મતદારો દૂર કરવા પડ્યા છે. તેની સાથે બે કે તેથી વધુ સરનામાવાળાને એક જ સરનામે નામ નોંધાવવાની ફરજ પાડવામાં આવી છે. આપણે ત્યાં કોઈપણ વ્યક્તિ ઘર બદલે અને બીજા વિસ્તારમાં રહેવા જાય ત્યારે તે બહુ-બહુ તો આધાર કાર્ડમાં સરનામુ બદલાવે છે, કારણ કે તે બધે મંગાય છે. પરંતુ તે મતદાર યાદી માં કંઈ સરનામુ બદલાવવા જતો નથી.

આવું જ મૃતકનું છે. મૃતક મૃત્યુ પામે તો તેનુ ચૂંટણી કાર્ડ કંઈ રદ થઈ જતું નથી, જે ખરેખર થવું જોઈએ. ખરેખર તો કોઈ ત્રણ ચૂંટણીમાં મત ન આપી શકે તો તેનું નામ મતદાર યાદીમાંથી આપમેળે જ કમી કરી નાખવું જોઈએ. આ પ્રકારની વ્યવસ્થા ચૂંટણીપંચે ગોઠવવાની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે.

મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા હજી પણ ચાલુ છે ત્યારે આવેલા આ આંકડા છે તો સમજો ગુજરાતમાં આ આખી પ્રક્રિયા પૂરી થશે ત્યારે કેટલા નામ કમી થશે. એક અંદાજ મુજબ બધુ થઈને 15 લાખ જેટલા નામ કમી થાય તેમ માનવામાં આવે છે. જો કે આ અગાઉ મનાતું હતું કે ગુજરાતમાં 60 લાખ જેટલા શંકાસ્પદ વોટર છે, પરંતુ મતદાર યાદીની કાર્યવાહીમાં અત્યાર સુધી શંકાસ્પદ વોટર જેવુ અત્યાર સુધી કશું બહાર આવ્યું નથી. આ ઉપરાંત એક લાખ લોકો એવા પણ મળી આવ્યા છે જેમના ઘરે વારંવાર ગયા હોવા છતાં પણ છતાં પણ તેઓ મળ્યા ન હતા. એટલે ચૂંટણીપંચ આ લોકોના નામ પણ કમી કરવાનું છે.

આ પ્રક્રિયા દરમિયાન તે પણ બહાર આવ્યું કે રાજ્યમાંથી નવ લાખ જેટલા લોકોએ કાયમી ધોરણે સ્થળાંતર કરી લીધું છે. આમ તેઓ રાજ્યમાં વસતા જ નથી. તેઓએ કેટલાય સમયથી રાજ્યમાં પગ પણ મૂક્યો નથી. આવા નવ લાખ નામોને ચૂંટણીપંચે મતદાર યાદીમાંથી દૂર કર્યા છે. આમ ચૂંટણીપંચ કુલ 20 લાખથી પણ વધુ મતદારોના નામ દૂર કરશે, આમ જેમ 60 લાખ વોટરના નામ દૂર થવાની શંકા હતી તેવું નહીં થાય, પરંતુ આટલા 20 લાખ નામ તો દૂર થશે તે હકીકત છે. આટલું સુનિશ્ચિત થઈ ચૂક્યું છે.

આમ કુલ 20 લાખ વોટ સરળતાથી લોકલ બોડીની અનેક બેઠકો, 25 વિધાનસભા મતવિસ્તાર, સાતેક લોકસભા બેઠકો પર પરિણામમાં અસર પાડી શકે. આપણે એક વોટ અંગે પણ વિચારતા નથી, તેની સામે રાજકીય પક્ષો એક-એક વોટ અંગે વિચાર કરે છે તે યાદ રાખવુ રહ્યુ. અત્યાર સુધી મૃતકો, બીજે રહેવા ગયેલા મતદારો, બેથી વધુ સરનામાવાળા મતદારોને લઈને વોટની રમાતી રમત ચૂંટણીપંચે એક જ ઝાટકે બંધ કરી દીધી છે.

આ બાબત બતાવે છે કે રાજકીય પક્ષો માટે તો જીવતા તો ઠીક મરેલા પણ કામના છે. અહીં તે યાદ અપાવવું જરૂરી છે કે ચૂંટણીપંચે બિહારમાં આવા કુલ 69 લાખ મતદારો, બંગાળમાં 34 લાખ મતદારો યાદીમાંથી દૂર કર્યા છે. હવે ગુજરાતના પણ તેમા ઉમેરાતા ચૂંટણીપંચે રદ કરેલા મતદારોનો આંકડો સવા કરોડને આંબી ગયો છે. આ બતાવે છે કે ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી સુધારણાની કાર્યવાહી કરવામાં ન આવે તો અનેક નિયમો છતાં પણ મતદાનમાં કેટલી ધાંધલી થઈ શકે છે. નિયમોની વચ્ચે રહીને પણ કેવી રીતે બધા કામ પાર પાડી શકાય છે તે ચૂંટણીપંચે રદ કરેલા મતદારો પરથી દેખાઈ આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ટાટા કેમિકલ્સે કર્યુ દરિયાનું ‘કેમિકલાઇઝેશન’ !

આ પણ વાંચો: અમદાવાદના વાડજમાં રામાપીર ટેકરાના કૌભાંડે RTI એક્ટિવિસ્ટના ‘રામ’ બોલાવી દીધા

આ પણ વાંચો: મેટાની એક ભૂલ અને કરોડો યુઝર્સનો ડેટા ભયમાં મૂકાયો