Ambaji News/ અંબાજીમાં ભક્તોનો મહાસાગર, બે દિવસમાં 8.63 લાખ ભક્તોએ કર્યા મા અંબાના દર્શન

ભાદરવી પૂનમના મહામેળાના બે દિવસમાં 8 લાખ 63 હજાર 477 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા. 

Gujarat Others Mantavya Vishesh Breaking News
Ambaji

Ambaji News: અંબાજી (Ambaji)માં અંબાના પાવન ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને લઈને ભક્તિ અને આસ્થાનો માહોલ છવાયો છે. 20થી 26 સપ્ટેમ્બર સુધી યોજાઈ રહેલા મેળાના આજે ત્રીજા દિવસે પણ અંબાજી અને ગબ્બર તરફ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

માત્ર બે દિવસમાં જ 8 લાખ 63 હજાર 477 ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. અંબાજીના આકાશી દૃશ્યોમાં ભક્તોની વિશાળ ભીડનો નજારો જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન ‘જય અંબે’ના નાદથી અંબાજી( Ambaji Temple) ગુંજી ઉઠે છે, જ્યારે રાત્રિના સમયે અંબાજી અને ગબ્બર રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠે છે.

Ambajiમાં ભક્તોનો મહાસાગર

ભાદરવી પૂનમના મહામેળા (Bhadravi Poonam Fair)ના ત્રીજા દિવસે અંબાજીથી લઈને ગબ્બર સુધી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં માઈભક્તો પગપાળા તેમજ વિવિધ સંઘો સાથે અંબાજી પહોંચી રહ્યા છે. ભક્તોના જય અંબેના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે. મેળાના પ્રથમ દિવસે 4 લાખ 37 હજારથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન (Ambaji Darshan)કર્યા હતા. જ્યારે બીજા દિવસે પણ 4 લાખથી વધુ ભક્તો માતાજીના દર્શન માટે પહોંચ્યા હતા. આમ, બે દિવસમાં કુલ 8 લાખ 63 હજાર 477 ભક્તો (Ambaji Devotees)એ મા અંબાના દર્શન કર્યા છે.

AIથી ભીડ પર નજર

મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા હોવાથી ભીડ વ્યવસ્થાપન માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બે દિવસ દરમિયાન 25થી વધુ સ્થળોએ ભીડ વધતા AI સિસ્ટમ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને એલર્ટ મળ્યા હતા. ત્યારબાદ સંબંધિત સ્થળે પોલીસને જાણ કરીને ભીડને નિયંત્રિત કરવામાં આવી હતી. મહામેળામાં લાખોની ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 5 હજાર પોલીસ જવાનો બે શિફ્ટમાં 24 કલાક ફરજ બજાવી રહ્યા છે. ભીડ નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા સહિતની જવાબદારીઓ માટે પોલીસ તૈનાત છે.

‘જય અંબે’ના નાદ સાથે પદયાત્રા

અંબાજી તરફ આવતી પગદંડી પર પણ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ, અમદાવાદ, મહેસાણા, દાહોદ, સુરત અને ઉદયપુર સહિતના વિસ્તારોમાંથી ભક્તોના સંઘો અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. ભક્તો હાથમાં ધજા લઈને ‘જય અંબે’ના નાદ સાથે માતાજીના ધામ તરફ આગળ વધી રહ્યા છે. પદયાત્રામાં બાળકો, મહિલાઓ અને વડીલો પણ જોડાયા છે.

મા અંબાના દર્શન સાથે ભક્તો દ્વારા મંદિરમાં દાન પણ કરવામાં આવી રહ્યું છે. ભાદરવી પૂનમના મેળાના બે દિવસ દરમિયાન મંદિરના ભંડાર કાઉન્ટર પરથી ₹57 લાખ 49 હજાર 121ની આવક નોંધાઈ છે. જ્યારે મેળાના પ્રથમ દિવસે જ ₹32 લાખ 89 હજારની આવક થઈ હતી.


આ પણ વાંચો: ‘બોલ માડી અંબે’ના નાદથી ગુંજી અંબાજીની ધરતી!

આ પણ વાંચો: હિંમતનગરમાં અંબાજી પદયાત્રીઓ માટે પોલીસનો સેવા યજ્ઞ

આ પણ વાંચો: અંબાજી પાસે અકસ્માત: કૌશિક જૈન અને મેયર હિતેશ બારોટે 3 યુવાનોની કરી મદદ