Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) પોલીસે ગુનેગારોને શીખ આપવા માટે મોટી કાર્યવાહી કરી છે, જેમાં પહેલા આરોપીઓના ઘર તોડી પાડવામાં આવ્યા હતા અને પછી જાહેર માર્ગ પર બરોબરની ધોલાઈ કરવામાં આવી હતી.
વસ્ત્રાલ (Vastral)માં આતંક મચાવનારા અસામાજીક તત્વોને પોલીસે જાહેરમાં માર માર્યો છે, પહેલા ઘરો તોડી પાડવામાં આવ્યા હતા અને પછી તેમને રસ્તા પર લાવીને મેથીપાક ચખાડ્યો હતો. અમદાવાદની રામોલ પોલીસે આરોપીઓને જાહેરમાં માર માર્યો હતો અને 7 આરોપીઓના ઘર તોડી પાડી તેમને બેઘર બનાવ્યા છે. રોડ પર સર્વિસ કરીને રામોલ પોલીસે કાયદાની તાકાત બતાવી છે.
હોળી રાત્રે અસમાજીક તત્વોના આતંકથી અમદાવાદમાં મોડી રાત્રે સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. 2 ગેંગ વચ્ચેની લડાઈએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કેટલાક લોકોનું જૂથ એક કાર રોકીને તેમાંથી બહાર નીકળેલા રાહદારી પર તલવારો અને અન્ય તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરતા જોઈ શકાય છે. કેટલાક લોકોનો દાવો છે કે આ ઘટના બે જૂથો વચ્ચે કોઈ વાતને લઈને થયેલી દુશ્મનાવટને કારણે બની છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે અસામાજિક તત્વોએ રાહદારીઓને પણ નિશાન બનાવવાનું શરૂ કરી દીધું હતું.
આ વિસ્તારમાં ઘરો અને દુકાનોની આસપાસ પાર્ક કરેલા વાહનોમાં પણ તોડફોડ કરી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે લગભગ 15 થી 20 તોફાનીઓના જૂથે આતંક મચાવ્યો હતો અને વાહનો અને રાહદારીઓ પર આડેધડ હુમલો કર્યો હતો અને તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે આ તોફાનીઓ કેટલાક વાહનોમાં મુસાફરી કરી રહેલા લોકોને બળજબરીથી મારામારી કરતા જોવા મળ્યાં છે. વીડિયોમાં લોકોને એમ પણ કહેતા સાંભળી શકાય છે કે દારૂ પીધા પછી આ લોકો આતંક મચાવી રહ્યા હતા.
આ પણ વાંચો:ઉપલેટા શહેરમાં અસામાજિક તત્વોનો આતંક, મોડી રાત્રે મચાવ્યો હોબાળો
આ પણ વાંચો:અસામાજિક તત્વોના વાયરલ વીડિયોના મામલે બે પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક