અમદાવાદ.
રાજ્યમાં વરસાદ છેલ્લા કેટલાય દિવસથી હાથ તાલી આપી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 48 કલાકમાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે.
છેલ્લા કેટલાક દિવસોથી હાથ તાળી આપી રહેલા વરસાદને લઇને રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદની બીજી ઈનિંગ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં નીચે દબાણ સર્જાતા વરસાદની શકયતા સામે આવી છે.
જયારે આગામી પાંચ દિવસમાં અમદાવાદમાં હળવો વરસાદ પડે એવું અનુમાન છે. આ સિવાય દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ હળવા વરસાદનું અનુમાન છે. જ્યારે આવતીકાલે વલસાડ, નવસારી, દમણમાં ભારે વરસાદ પડે એવી શકયતા હવામાન વિભાગે કરી છે. જો કે, અત્યાર સુધીમાં મોસમનો માત્ર 55.00 ટકા જ વરસાદ નોંધાયો છે. ત્યારે ખેડૂતોમાં પણ ચિંતા વધી છે.

ઉલ્લેખનીય છે કે, વરસાદે પહેલી જ એન્ટ્રીમાં જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જી છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાત સહિતના અનેક જિલ્લા અને તાલુકાઓમાં હજુ પણ વરસાદની ઘટ સામે આવી છે.
જયારે હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે આ મુદ્દે જણાવ્યું હતું કે,
હવામાન વિભાગની દર્શાવતી સૂચના મુજબ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ થઇ શકે છે. જો એ વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ આજ રોજ થોડો વરસાદ જોવા મળ્યો હતો ત્યારે આગાહી મુજબ કચ્છ અને દ્વારકામાં પણ વરસાદ પડી શકે એમ છે. જો કે, અત્યાર સુધીમાં મોસમનો માત્ર 55.00 ટકા જ વરસાદ નોંધાયો છે.”
