- જૂનાગઢ તાલુકા પોલીસ ને મળી મોટી સફળતા
- મુદામાલ સાથે અંદાજે 54 લાખ 11 હજાર નો વિદેશી દારૂ પકડી પડતી જૂનાગઢ તાલુકા પોલીસ
- ગત મોડીરાત્રે પેટ્રોલિંગ દરમિયાન તાલુકા પોલીસ એ જડપી પડ્યો વિદેશી દારૂ નો ટ્રક
ગુજરાતમાં દારૂબંધીની પોલ ખોલતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં જુનાગઢ તાલુકા પોલીસ દ્વારા અધધ રકમનો દારૂ મુદ્દા માલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. ત્રણ ત્રણ રાજ્યોની સરહદ વટાવીને જુનાગઢ પહોચેલા દારૂની ગંધ માત્ર જુનાગઢ પોલીસ ને જ કેમ આવી…?
હરિયાણા પાસીંગ ટ્રકમાં બનાવેલા કન્ટેનરમાં વિપુલ પ્રમાણમાં દારૂ છુપાવી, જૂનાગઢ ખાતે લાવી, ડેરવાણ ગામ નજીકના વિસ્તારમાં કટિંગ કરનાર હોવાની ચોક્કસ બાતમી આધારે જૂનાગઢ તાલુકા પોલીસ દ્વારા સમગ્ર ડેરવાણ ગ્રામ્ય વિસ્તાર તથા હાઇવે ઉપર જુદી જુદી ટીમો બનાવી, સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જૂનાગઢ ભેસાણ રોડ ઉપર ડેરવાણ ગામ પાસેથી કન્ટેનર નંબર HR-69D-1620 મળી આવ્યું હતું. , જેનો ડ્રાઈવર કે ક્લીનરને રાઉન્ડ અપ કરી, કન્ટેનરમાં તપાસ કરતા, જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ પેટી નંગ 794 બોટલ નંગ 9528 કિંમત રૂ. 44,04,000/- તથા કન્ટેનર, મોબાઈલ ફોન સહિતના કુલ કિંમત રૂ. 54,11,970/- નો મુદામાલ પકડી પાડવામાં આવેલ છે.
આ રેઇડ દરમિયાન કન્ટેનર ના ડ્રાઈવર ક્લીનર આરોપીઓ (1) પ્રવીણ પ્રતાપસિંહ દહીંયાં જાટ ઉવ. 32 રહે. જરોઠ તા. ખારખોદા જી. સોનીપત હરિયાણા રાજ્ય તથા (2) સંદીપ રામકીશન દહીંયાં જાતે જાટ ઉવ. 35 રહે. જરોઠ તા. ખારખોદા જી. સોનીપત હરિયાણા રાજ્યને પકડી પાડી, ધરપકડ કરી, પૂછપરછ કરતા, ભારતીય બનાવટ નો વિદેશી દારૂ હરિયાણા ખાતેથી બીજેન્દ્ર અને ભુપેન્દ્ર નામના ઠેકેદારો દ્વારા મોકલવામાં આવેલ હતો. ગુજરાતમાં જૂનાગઢના મોબાઈલ નંબર વાળનો સંપર્ક કરી, આપવાનો હોવાની કબૂલાત કરતા પકડાયેલ બને આરોપીઓ તથા મોકલનાર બીજેન્દ્ર અને ભુપેન્દ્ર તેમજ મંગાવનાર મોબાઈલ નંબર ધારક એમ પાંચ આરોપીઓ વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. બી.એચ. કોરાટ દ્વારા સરકાર તરફે ફરિયાદી બની પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધાવેલ છે.
આ ગુન્હાના આરોપીઓએ તકનો લાભ લઇ, કન્ટેનર નો ઉપયોગ કરી, નવી મોડસ ઓપરેન્ડી અપનાવી, માતબર રકમનો ભારતીય બનાવટનો વીદેશી દારૂ ઘુસાડવાની કોશિશ કરવામાં આવેલ હતી. પરંતુ, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા *જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. બી.એચ. કોરાટ, પો.સ.ઇ. કે.જે. પટેલ તથા સ્ટાફની ટીમની સતર્કતાના કારણે મળેલ ચોક્કસ બાતમી આધારે કુનેહપૂર્વક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા, આરોપીઓએ છુપાવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ શોધી કાઢવામાં આવેલ હતો અને બુટલેગરોની માન્યતાને ખોટી પાડી, બુટલેગરોના મનસૂબા ઉપર પાણી ફેરવી દેવામાં આવેલ હતું.
આ બાબતે ગુન્હાના મૂળ સુધી પહોંચવા, સઘન પૂછપરછ હાથ ધરી, આ ગુન્હામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
