રાજ્યમાં દિવસે ને દિવસે આત્મહત્યાના બનાવ વધી રહ્યા છે ત્યારે વધુ એક ભાવનગર જીલ્લાનો બનાવ સામે આવ્યો છે. જ્યારે પ્રેમી પંખીડાને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ઘરી હતી.
આ મામલે મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના ધોધા તાલુકાના ચણિયાણા ગામે પ્રેમી પંખીડાએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. ગામની બાજુમાં આવેલ મહાદેવના મંદિર પાસે ઝાડની ડાળીએ પ્રેમી પંખીડાએ ગળા ફંસો ખાઈ આત્મહત્યા કરી છે.
મંદિર પાસેથી જ્યારે લોકો પસાર થઇ રહ્યા હતા ત્યારે આ પ્રેમી પંખીડાને સાથે પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોયા હતા. જે બાદ ઘોઘા પોલીસ ઘટના સ્થળે દોડી અવી હતી અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. અને વધુ તપાસ હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
