Palanpur News:બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કાણોદર ગામે આજે એક દુર્ભાગ્યપૂર્ણ અને હૃદયદ્રાવક આગની ઘટના બની છે. એક રહેણાંક મકાનમાં ACમાં (AC Short Circuit) શોર્ટ સર્કિટ થવાને કારણે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં પેરાલિસિસથી પીડાતા એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. આગમાં મકાનનો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો છે.

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, આજે સવારના સમયે કાણોદર ગામના એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે AC (AC Short Circuit)અથવા તેના સંબંધિત ઉપકરણમાંથી આગની શરૂઆત થઈ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આગે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કરતાં આખા મકાનને અગનગોળામાં ફેરવી દીધું હતું.

શોર્ટ સર્કિટથી (AC Short Circuit) ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન
મકાનમાં રહેતા પેરાલિસિસથી પીડાતા યુવકને આગમાંથી બહાર નીકળવામાં મુશ્કેલી પડી હતી, જેના કારણે તે જીવતો ભૂંજાઈ ગયો હતો. જાણકારી અનુસાર, આગની તીવ્રતા એટલી વધારે હતી કે મકાનની અંદરનો તમામ ઘરવખરી અને અન્ય સામાન બળીને રાખ થઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ પાલનપુર ફાયર ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ત્વરિત કાર્યવાહી કરીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ સમગ્ર ઘટનાની વધુ તપાસ પાલનપુર પોલીસે હાથ ધરી છે.
આ પણ વાંચો:બનાસકાંઠાના પાલનપુર-આબુ હાઇવે પર કાર અચાનક ભડકે બળી
આ પણ વાંચો:હાલોલના MG મોટર્સ સ્ક્રેપ વેન્ડરના ગોડાઉનમાં ભીષણ આગ
આ પણ વાંચો:પાલનપુરમાં ગેસ ગીઝરથી ગૂંગળામણમાં 13 વર્ષીય કિશોરીનું મોત, પરિવારમાં માતમ
