Not Set/ આંકડાની વિસંગતા વચ્ચે પાછલા 24 કલાકમાં 31 કોરોનાનાં દર્દીનાં રાજકોટ ખાતે મોત

આંકડાની વિસંગતતા સાથે આજે ફરી પાછલા 24 કલાકમાં રાજકોટમાં કોરોનાનાં કહેરમાં અધધધ 31 દર્દીઓનાં કોરોનાના કારણે મોત નીપજ્યાનું નોંધવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મરણજનાર 31 દર્દીઓમાંથી રાજકોટ શહેરનાં 24 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યા છે, જ્યારે રાજકોટ ગ્રામ્યના 4  દર્દીઓ મોતને ભેટ્યા છે. સાથે જ રાજકોટ બહારનાં સૌરાષ્ટ્રનાં  અન્ય જિલ્લાનાં 3 દર્દીનાં મોત થયાનું પણ નોંધવામાં […]

Gujarat Rajkot

આંકડાની વિસંગતતા સાથે આજે ફરી પાછલા 24 કલાકમાં રાજકોટમાં કોરોનાનાં કહેરમાં અધધધ 31 દર્દીઓનાં કોરોનાના કારણે મોત નીપજ્યાનું નોંધવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મરણજનાર 31 દર્દીઓમાંથી રાજકોટ શહેરનાં 24 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યા છે, જ્યારે રાજકોટ ગ્રામ્યના 4  દર્દીઓ મોતને ભેટ્યા છે. સાથે જ રાજકોટ બહારનાં સૌરાષ્ટ્રનાં  અન્ય જિલ્લાનાં 3 દર્દીનાં મોત થયાનું પણ નોંધવામાં આવી રહ્યું છે.

રાજકોટમાં કોરોનાનાં કારણે થતા મોત મામલે લાંબા સમયથી આંકડાઓની વિસંગતતાનાં કારણે વિવાદ છે. વિપક્ષ દ્વારા સરકાર સામે મોત અને સંક્રમણનાં આંકડા છુપાવવામાં આવે છે તેવા પ્રકારનાં આક્ષેપો પણ અનેક વખત કરવામાં આવ્યા છે. જો કે, ગુજરાત સરકાર દ્વારા આ મામલે તપાસ માટે અને કોવિડ મૃત્યુ અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે સાંજે પ્રગટ કરવામાં આવેલ કોવિડ બુલેટીનમાં ગુજરાત આખામાં ફક્ત 15 મોત નોંધવામાં આવ્યાનું સામે આવે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews