Not Set/ સુરેન્દ્રનગર જિલ્લામાં મ્યુકરમાઇકોસિસથી પહેલી મોત થતા ચકચાર

રાજ્યમાં કોરોના બાદ હવે મ્યુકરમાઇકોસિસનાં કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. પાટડીનાં 58 વર્ષનાં આધેડનું કોરોના બાદ મ્યુકરમાઇકોસિસથી મોત થતાં ચકચાર મચી જવા પામી છે.

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

રાજ્યમાં કોરોના બાદ હવે મ્યુકરમાઇકોસિસનાં કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. પાટડીનાં 58 વર્ષનાં આધેડનું કોરોના બાદ મ્યુકરમાઇકોસિસથી મોત થતાં ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનાં કેર વચ્ચે મ્યુકરમાઇકોસિસથી પહેલી મોત થતા લોકોમાં ફફડાટ સાથે ભયની લાગણી ફેલાવા પામી છે.

Eid-ul-Fitr 2021 / દેશભરમાં આજે ઈદનાં તહેવારની ઉજવણી, PM મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ અને રાહુલ ગાંધીએ પાઠવી શુભકામનાઓ

કોરોનાની બીજી ઘાતક લહેરે શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય પથંકમાં પણ પગપેસારો કરી હાહાકાર મચાવ્યો છે. ગ્રામ પથંકનાં કોવિડ કેર સેન્ટરો પણ કોરોના પોઝિટિવ દર્દીઓથી ઉભરાયેલા નજરે પડી રહ્યાં છે. ત્યારે પાટડી ખાતે રહેતા અને ડ્રાઇવીંગની નોકરી કરતા 58 વર્ષનાં આધેડ અરજણભાઇ દાનાભાઇ ઠાકોરને 10 દિવસ અગાઉ કોરોના પોઝિટિવ રીપોર્ટ આવતા સારવાર અર્થે પાટડી કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં એમનું ઓક્સિજન લેવલ ઓછું થતાં હાલત નાજૂક બનતા તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ સોલા સિવીલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેમને સારવાર દરમિયાન ફંગશ ઇન્ફ્કેશન એટલે કે મ્યુકરમાઇકોસિસ થતા તેમને ત્યાંથી અમદાવાદની અસારવા સિવીલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન ગુરૂવારે તેમનું અકાળે અવસાન થતાં ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનાં કેર વચ્ચે મ્યુકરમાઇકોસિસથી પહેલી મોતની ઘટનાથી લોકોમાં ફફડાટની સાથે ભયની લાગણી ફેલાવા પામી છે.