Election/ “ભાજપ વાળાએ અહીંયા પ્રચાર કરવો નહીં….”દરિયાપુરમાં યુવકની દાદાગીરી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે દરેક પાર્ટીના ઉમેદવારો પ્રચાર કરવામાં વ્યસ્ત બની ગયા છે. 21ફેબ્રુઆરીએ મતદાન દિવસ છે ત્યારે પોતાની પાર્ટીને વધારેમાં વધારે વોટ મળે તે માટે દરેક ઉમેદવારો દ્વારા સામ, દામ, દંડ અને ભેદનો ઉપયોગ કરાઈ રહ્યો છે.ચૂંટણી પ્રચાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની સાથે સાથે હવે […]

Ahmedabad Gujarat

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે દરેક પાર્ટીના ઉમેદવારો પ્રચાર કરવામાં વ્યસ્ત બની ગયા છે. 21ફેબ્રુઆરીએ મતદાન દિવસ છે ત્યારે પોતાની પાર્ટીને વધારેમાં વધારે વોટ મળે તે માટે દરેક ઉમેદવારો દ્વારા સામ, દામ, દંડ અને ભેદનો ઉપયોગ કરાઈ રહ્યો છે.ચૂંટણી પ્રચાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની સાથે સાથે હવે પાર્ટીના ઉમેદવારોની ઉપર જવાબદારી ખુબજ વધી ગઈ છે કે તેમના વિસ્તારમાં કોઈ અણબનાવ ન બને. પરંતુ, કેટલાક અસામાજિક તત્વો દ્વારા ચૂંટણીમાં માહોલ બગાડવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

તાજેતરમાં અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ભાજપના કાર્યકતા સંજય ભાઈ પરીખ , જિજ્ઞેશ કડિયા અને જબ્બાર શેખાવત વાડી ગામમાં હાજર હતા. પદેશ પ્રમુખની જાહેર સભાની વ્યવસ્થા કરાવવા માટે તેઓ નિરીક્ષણ કરી રહ્યા હતા. ત્યારે કુંજલ પટેલ નામનો અસામાજિક તત્વ ત્યાં આવી પહોંચ્યો હતો. કુંજલ પટેલે કાર્યકર્તાઓને ધમકી આપતા જણાવ્યું હતું કે , “આ વાડી ગામ છે , અહીં ભાજપે કોઈ પ્રચાર કરવો નહીં. જો પ્રચાર કરશો તો હું માણસો બોલાવીને પથ્થમારો કરાવીશ, અહિથી જતા રહેવામાં જ ભલાઈ છે.” કુંજલની દાદાગીરી જોઈને ભાજપના કાર્યકર્તાઓએ તેને કાયદાનો ભાન કરાવવા માટે દરિયાપુર પોલીસ મથકમાં તેની વિરુદ્ધમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ