Gujarat Local Body Election 2026/ રાજકોટના ધોરાજી તાલુકામાં પંચાયત કચેરીના ઉદઘાટન પ્રસંગે ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલના નિવેદને સર્જયો વિવાદ

રાજકોટના ધોરાજી તાલુકાના સુપેડીમાં તાલુકા પંચાયત કચેરીના ઉદઘાટન પ્રસંગે ભાજપના ભૂતપૂર્વ સાંસદ હરિ પટેલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે પૂર્વ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને મુસ્લિમ અને સમગ્ર નેહરુ-ગાંધી પરિવારને ખ્રિસ્તી અને મુસ્લિમ ગણાવ્યા હતા.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટના ધોરાજી તાલુકાના સુપેડીમાં તાલુકા પંચાયત કચેરીના ઉદઘાટન પ્રસંગે ભાજપના ભૂતપૂર્વ સાંસદ હરિ પટેલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે પૂર્વ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને મુસ્લિમ અને સમગ્ર નેહરુ-ગાંધી પરિવારને ખ્રિસ્તી અને મુસ્લિમ ગણાવ્યા હતા. આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Local Body Election 2026) ટાણે જ ભાજપના પૂર્વ સાંસદે વિવાદ સર્જયો છે.

તાલુકા પંચાયત મધ્યસ્થ કચેરીના ઉદઘાટન પ્રસંગે હરિ પટેલે ધોરાજી તાલુકાના સુપેડીમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે નેહરુ-ગાંધી પરિવારે દેશના લોકો સાથે દગો કર્યો છે. પૂર્વ સાંસદે પૂર્વ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને મુસ્લિમ અને પરિવારના તમામ સભ્યોને ખ્રિસ્તી અને મુસ્લિમ ગણાવીને હાજર રહેલા લોકોને ચોંકાવી દીધા હતા.

આશ્ચર્યની વાત એ છે કે જ્યારે હરિ પટેલ આ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી રહ્યા હતા, ત્યારે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ રમેશ ધડુક અને ધારાસભ્ય મહેન્દ્ર પડલિયા જેવા જવાબદાર નેતાઓ મંચ પર હાજર હતા. જવાબદાર હોદ્દા ધરાવતા આ નેતાઓ પાયાવિહોણા આરોપો લગાવી રહ્યા હતા અને ઐતિહાસિક તથ્યોને વિકૃત કરી રહ્યા હતા, છતાં કોઈએ તેમને રોકવાનો કે અટકાવવાનો પ્રયાસ કર્યો ન હતો.

ચૂંટણીના વાતાવરણમાં, ઇતિહાસ અને રાષ્ટ્રીય વ્યક્તિઓ વિશેના આવા વિવાદાસ્પદ નિવેદનોએ વિપક્ષને આક્રમણ શરૂ કરવાની તક આપી છે. આ નિવેદનની સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં તીવ્ર ટીકા થઈ છે. એવી પણ આશંકા છે કે નેહરુ-ગાંધી પરિવારની ધાર્મિક ઓળખ પર ભૂતપૂર્વ સાંસદની ટિપ્પણીઓ ભાજપની છબીને નુકસાન પહોંચાડી શકે છે.


આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલનપુરમાં ફોર્મ પરત ખેંચાતા હાઇવોલ્ટેજ ડ્રામા

આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણી વખતે ભાજપમાં જ બબાલ