Man-made Islands of the World: આપણે સૌ જાણીએ છીએ કે કુદરતી ટાપુઓ સુંદર હોય છે, પરંતુ આજે દુનિયામાં એવા પણ ટાપુઓ છે જે માણસે રેતી અને પથ્થરોની મદદથી દરિયાની વચ્ચે બનાવ્યા છે. આ આઇલેન્ડ્સને જોઈને તમને વિશ્વાસ નહીં આવે કે આ કુદરતી નથી પણ માનવનિર્મિત છે. આજે આ સ્થળો લાખો પ્રવાસીઓના ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયા છે.
પામ જુમેરાહ (Palm Jumeirah), દુબઈ, UAE
દુબઈની ઓળખ સમાન આ ટાપુ તાડના ઝાડ (Palm Tree) ના આકારમાં બનેલો છે. વર્ષ 2001 માં તેનું કામ શરૂ થયું હતું અને માત્ર 5 વર્ષમાં એટલે કે 2006 માં તે તૈયાર થઈ ગયો હતો. અહીં દુનિયાની સૌથી લક્ઝુરિયસ હોટલો આવેલી છે અને અંદાજે 80 હજાર લોકો અહીં રહી શકે છે. આ આઇલેન્ડ રેતી અને ખડકોના મજબૂત પાયા પર ટકેલો છે.
ધ વર્લ્ડ આઇલેન્ડ (The World Island), દુબઈ, UAE
દુબઈનો આ વધુ એક અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. દરિયામાં કુલ 300 પ્રાઈવેટ આઇલેન્ડ્સ (Island) બનાવવામાં આવી રહ્યા છે, જેને એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે તે દુનિયાના નકશા (World Map) જેવો દેખાય છે. અહીં દરેક આઇલેન્ડ કોઈને કોઈ દેશનું પ્રતિનિધિત્વ કરે છે. પર્યટકો અહીં શાનદાર હોટલોમાં સમય વિતાવવા દૂર-દૂરથી આવે છે.
પર્લ-કતાર (Pearl-Qatar), દોહા, કતાર
અરબની ખાડીમાં 4 મિલિયન ચોરસ મીટરમાં ફેલાયેલો આ ટાપુ મોતીઓની માળા જેવો દેખાય છે. તે કતારના ઐતિહાસિક મોતી ઉદ્યોગને શ્રદ્ધાંજલિ રૂપે બનાવવામાં આવ્યો છે. અહીં તમને લક્ઝરી ઘરો અને હાઈ-એન્ડ શોપિંગ આઉટલેટ્સ જોવા મળશે, જે પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે.
હુલહુમાલે (Hulhumale), માલદીવ
વધતી વસ્તી અને સમુદ્રની સપાટી વધવાના જોખમને ટાળવા માટે માલદીવે દરિયામાંથી જમીન મેળવીને (Land Reclamation) આ ટાપુ બનાવ્યો છે. 2004 માં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજે માલદીવ આવતા દરેક પર્યટકની યાદીમાં હુલહુમાલે ટોપ પર હોય છે.
કંસાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, જાપાન
શું તમે જાણો છો કે જાપાનનું કંસાઈ એરપોર્ટ ખરેખર ઓસાકા ખાડીમાં (Island) એક માનવનિર્મિત ટાપુ પર આવેલું છે? એન્જિનિયરિંગની દુનિયામાં આ એક ચમત્કાર માનવામાં આવે છે. 4 સપ્ટેમ્બર 1994 ના રોજ ખુલેલું આ એરપોર્ટ આજે પણ વિશ્વનું સૌથી અનોખું એરપોર્ટ છે, જોકે રિપોર્ટ મુજબ તે ધીમે-ધીમે પાણીમાં ડૂબી રહ્યું હોવાની ચિંતા પણ છે.
આ પણ વાંચો: હવે મોંઘી હોટલ નહીં પણ ‘માનસિક શાંતિ’ છે ખરી લક્ઝરી, આ સ્થળોએ મળશે અદભૂત આંતરિક સુખ
આ પણ વાંચો: ભારતનું અનોખું મંદિર જે ઈટાલીની મિનારને પણ આપે છે ટક્કર, ગંગા કિનારે આવેલું છે આ રહસ્યમય સ્થાન





