Auto & Tech News: Jio સમય સમય પર રિચાર્જ પ્લાનની કિંમતમાં ફેરફાર કરતું જોવા મળ્યું છે. આ પ્લાન વપરાશકર્તાઓને (Users) ધ્યાનમાં રાખીને સમયે સમયે બદલવામાં પણ આવ્યા છે. હવે ફરી એકવાર તેમાં બદલાવ જોવા મળી રહ્યો છે. Jioએ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં ફેરફાર કર્યા છે. આ ફેરફાર તે રિચાર્જ પ્લાન્સમાં કરવામાં આવ્યો છે જેમાં નેટફ્લિક્સ (Netflix) સબસ્ક્રિપ્શન ફ્રી (Free Subscription) આપવામાં આવી રહ્યું હતું. રિચાર્જ પ્લાનની નવી કિંમતો લાઈવ થઈ ગઈ છે અને તે Jio વેબસાઈટ અને My Jio એપ પર જોઈ શકાય છે. રિપોર્ટ્સ અનુસાર, Reliance Jioના Netflix પ્લાનની કિંમતમાં 200 રૂપિયાથી 300 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જાણો કેટલા પ્લાન મોંઘા થયા?
| નવી કિંમત | અગાઉની કિંમત | ઓફર | ડેટા | લાભો | માન્યતા |
1299 |
1099 |
નેટફ્લિક્સ |
2GB/દિવસ |
અનલિમિટેડ કૉલિંગ |
|
1799 |
1499 |
નેટફ્લિક્સ |
3GB/દિવસ |

તાજેતરમાં જ Jio દ્વારા ટેરિફ પ્લાનની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર તેની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. Jio એ આ વર્ષે જુલાઈમાં જ પોતાના રિચાર્જ પ્લાનને રિવાઈઝ કર્યા હતા. Jio દ્વારા રિચાર્જ પ્લાનમાં 12-27 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેટલાક પ્લાનમાં એવા ફેરફાર કરવામાં આવ્યા હતા કે યુઝર્સ અનલિમિટેડ 5G ડેટાનો ઉપયોગ કરી શકતા નથી. આ સાથે એરટેલ અને વોડાફોન આઈડિયાના રિચાર્જ પ્લાન પણ મોંઘા કરવામાં આવ્યા છે.

રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારાની વાત કરીએ તો તેમાં લગભગ 27 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. વાર્ષિક રિચાર્જ પ્લાન પણ વધારીને 20-21 ટકા કરવામાં આવ્યો છે. ટેરિફ પ્લાનમાં મિડ-રેન્જની મોબાઈલ સેવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રિચાર્જ મોંઘુ થયા બાદ યુઝર્સને મોટો ઝટકો લાગ્યો અને ઘણા યુઝર્સ બીએસએનએલમાં શિફ્ટ થયા. કારણ કે આના કારણે તેને ઘણી તકલીફ પડી હતી. પરંતુ તેની સાથે જિયો પણ તેના પર સતત કામ કરી રહ્યું હતું. એરટેલે પણ આવો જ નિર્ણય લીધો હતો અને રિચાર્જ પ્લાન મોંઘા કર્યા હતા.
આ પણ વાંચો: સરકારે દેશના તમામ મોબાઈલ યુઝર્સને આપી ચેતવણી
આ પણ વાંચો:મોબાઈલ યુઝર્સ માટે સરકારની એલર્ટ, ગમે ત્યારે ફોન થઈ શકે છે હેક , આવી રીતે રહો સેફ
આ પણ વાંચો:મોબાઈલ ગ્રાહકોની સંખ્યા વસ્તીના આંકડાને પાર, કયા રાજ્યમાં કેટલા મોબાઈલ યુઝર્સ છે ? આવો જાણીએ
