Lifestyle/ ચીલા-પરોઠાને ભૂલી જશો…જ્યારે ચાખશો ક્રિસ્પી મહારાષ્ટ્રીયન ‘ઘાવન’…બાળકો ફરમાઇશ કરશે વારંવાર!

આ સાદી Ghavan Recipe ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. દેખાવમાં એ ઢોંસા જેવો લાગે છે પણ એનો સ્વાદ અને ટેક્ષ્ચર ઢોંસાથી થોડા અલગ હોય છે…

Trending Food Lifestyle
Ghavan Recipe...એક સરળ સ્વાદિષ્ટ મહારાષ્ટ્રીયન ડિશ..!

Lifestyle: ભારત (India) વૈવિધ્યપૂર્ણ દેશ છે દરેક પ્રાંત અને રાજ્યવાર વિભિન્ન વાનગીઓનો રસથાળ જોવા મળે છે. મહારાષ્ટ્રમાં વડા પાવ તો ફેમસ છે જ પરંતુ એક અન્ય નાસ્તાની ડિશ છે જેનું નામ પણ અનોખું છે અને એ છે ‘ઘાવન’ (Ghavan Recipe)! જ્યારે પણ તમને કશુંક ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે આ વાનગી ટ્રાય કરી શકો છો. તો ચાલો એને બનાવવાની સરળ વિધિ જોઇ લઇએ…

દરરોજ સવારે ચીલા કે પરોઠા ખાઈ-ખાઈને બોર થઈ ગયા છો તો કંઇક નવું બનાવી શકો એ માટે અહિં તમારા માટે લઈને આવ્યા છીએ મહારાષ્ટ્રીયન ડિશ (Ghavan Recipe)…મરાઠી ભાષી લોકો સવારે કે સાંજે નાસ્તામાં આ હૅલ્ધી વાનગી બનાવતા હોય છે. એક વાર એને બનાવશો પછી ઘરના લોકો, ખાસ કરીને બાળકો વારંવાર એની ફરમાઈશ કરશે!

જો તમે પાઉં ભાજી કે વડા પાવ વિશે વિચારી રહ્યાં હો તો એ સાચું નથી…ઘાવન રેસીપી…આ એક મહારાષ્ટ્રીયન રેસીપી (Maharashtriyan Ghavan Recipe) છે જે ચોખાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. બનાવવામાં અત્યંત સરળ એવી આ રેસિપી માટે તમારે માર્કેટ જવાની પણ જરુર નહિં રહે અને ઘરની વસ્તુઓમાંથી જ તમે આ વાનગીને સરસ રીતે બનાવી શકશો.

શી રીતે બનાવશો મહારાષ્ટ્રીયન ‘ઘાવન’ રેસિપી? (Maharashtriyan Ghavan Recipe)

મહારાષ્ટ્રીયન ‘ઘાવન’ રેસિપી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

ઘાવન બનાવવાની સામગ્રી

સામગ્રી

1 કપ ચોખાનો લોટ

2 થી અઢી કપ પાણી

સ્વાદાનુસાર મીઠું

તેલ અથવા ઘી (શેકવા માટે)

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક બાઉલમાં ચોખાનો લોટ (Rice Flour) લેવો. એમાં થોડું-થોડું પાણી ઉમેરતા જવું જેથી કોઈ ગાંઠા ન રહે.

2. સૌથી અગત્યની વાત એ છે કે આ બેટર છાશની જેમ તદ્દન પાતળું હોવું જોઈએ. એમાં સ્વાદાનુસાર મીઠું (Salt) ઉમેરો.

3. હવે એક નૉન-સ્ટીક કે લોખંડના તવાને મધ્યમ તાપે ગરમ કરવું અને એને તેલથી ગ્રીસ કરી લેવો.

4. હવે એક ચમચો ભરીને આ ઘોળને તવાની અંદરની તરફ ગોળ ગોળ ફેરવીને રેડવો.

5. અહિં ધ્યાન રાખવું કે આ બેટરને દરેક વખતે વપરાશ કરતા પહેલા સારી રીતે હલાવી લેવો કારણ કે, ચોખાનો લોટ નીચે બેસી જતો હોય છે.

6. આ મિશ્રણને ઢાંકીને પકવી લેવું એને કિનારી પર થોડું તેલ રેડવું. 5-7 મિનિટ સ્લો ફ્લેમ પર બંને તરફ પકાવી લેવો.

જાળીદાર ઘાવન ડિશ

તો તૈયાર છે તમારો જાળીદાર ઘાવન…એને તમારી મનપસંદ ચટણી (Chutney) સાથે પીરસો. આ સાદી વાનગી ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. દેખાવમાં એ ઢોંસા જેવો લાગે છે પણ એનો સ્વાદ અને ટેક્ષ્ચર ઢોંસા (Dosa)થી થોડા અલગ હોય છે. કોપરાની કે ફુદીના-કોથમીરની વાટેલી ચટણી સાથે સર્વ કરો. બાળકોને જો ટૉમેટો સોસ (Tomato Sauce) સાથે પસંદ હોય તો એની સાથે પીરસો. થોડી જ મિનિટોમાં બની જતી આ ડીશ ખાવામાં ઘણી જ લિજ્જતદાર હોય છે.


આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હૅલ્ધી પાલખ ચીલા, આ રહી ફટાફટ બ્રેકફાસ્ટ રેસિપી…!

આ પણ વાંચો: બ્રેકફાસ્ટમાં હૅલ્ધી દહીં સોજીના ચીલા બનાવો…2-3 ખાઇને પેટ તૃપ્ત થશે પણ મન નહિં…ફટાફટ ટેસ્ટી રેસિપી…