Google Project Toscana Face Unlock: ટેક જાયન્ટ ગૂગલ હવે એપલના સૌથી લોકપ્રિય ફીચર ‘Face ID’ ને સીધી ટક્કર આપવાની તૈયારી કરી રહ્યું છે. અહેવાલો મુજબ, ગૂગલ હાલમાં ‘પ્રોજેક્ટ ટોસ્કાના’ (Project Toscana) પર કામ કરી રહ્યું છે, જે ભવિષ્યના પિક્સેલ સ્માર્ટફોન અને ક્રોમબુક (Chromebooks) માટે એક અત્યંત એડવાન્સ્ડ ફેસ અનલોક સિસ્ટમ હશે.
શું છે Project Toscana?
ગૂગલની આ નવી ટેકનોલોજી ઇન્ફ્રારેડ (IR) બેઝ્ડ હશે. હાલના એન્ડ્રોઇડ ફોન્સમાં ફેસ અનલોક સિસ્ટમ ઓછા અજવાળામાં સંઘર્ષ કરે છે, પરંતુ ‘પ્રોજેક્ટ ટોસ્કાના’ ઓછી રોશનીમાં પણ એપલના Face ID જેવી જ હાઈ-સ્પીડ અને સુરક્ષિત ઓથેન્ટિકેશન સુવિધા આપશે. રિપોર્ટ અનુસાર, આ ટેકનોલોજી એટલી ફાસ્ટ છે કે તે આઈફોન જેટલી જ ઝડપે કામ કરે છે.
![]()
પિક્સેલ 11 અને ક્રોમબુકમાં જોવા મળશે
આ એડવાન્સ્ડ ફીચર સૌપ્રથમ Pixel 11 સિરીઝમાં જોવા મળી શકે છે, જે ઓગસ્ટ 2026માં લોન્ચ થવાની શક્યતા છે. જોકે, ક્રોમબુક યુઝર્સને આ ટેકનોલોજી આ વર્ષના અંત સુધીમાં જ મળી શકે છે. ગૂગલે આ ફીચરનું માઉન્ટેન વ્યુ ખાતે અલગ-અલગ લાઇટિંગ કન્ડિશનમાં સફળતાપૂર્વક ટેસ્ટિંગ પણ કરી લીધું છે.
શા માટે આ અપગ્રેડ જરૂરી છે?
ગૂગલ પિક્સેલ 8 અને તે પછીના મોડલ્સમાં હાલ ફેસ અનલોક દ્વારા પેમેન્ટ અને બેંકિંગ એપ એક્સેસ કરવાની સુવિધા મળે છે, પરંતુ રાત્રિના સમયે અથવા અંધારામાં તેની કામગીરી ઘણીવાર નબળી પડી જતી હોય છે. ગૂગલનો નવો ‘પ્રોજેક્ટ ટોસ્કા’ (Project Toska) ખાસ આ ખામીને દૂર કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ બેંકિંગ અને પેમેન્ટ એપ્સ માટે વધુ સુરક્ષિત 3D ઓથેન્ટિકેશન ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે એપલના Face ID ને ટક્કર આપે તેવી સુપરફાસ્ટ સ્પીડ ધરાવતું હશે. સૌથી મહત્વની વાત એ છે કે, તેમાં ઇન્ફ્રારેડ (IR) સેન્સર્સની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેથી યુઝર્સ અંધારામાં પણ ખૂબ જ સચોટતાથી પોતાની ઓળખ સાબિત કરી શકશે.
Google I/O માં થઈ શકે છે જાહેરાત
ગૂગલ આ આગામી ટેકનોલોજીની સત્તાવાર જાહેરાત 19 અને 20 મે ના રોજ યોજાનાર Google I/O ઇવેન્ટમાં કરી શકે છે. જો બધું પ્લાન મુજબ ચાલ્યું તો પિક્સેલ યુઝર્સ માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો હાર્ડવેર અપગ્રેડ સાબિત થશે.
આ પણ વાંચો:કોલ ઇન્ડિયાએ તેના 2.20 લાખ કર્મચારીઓ માટે દુર્ગા પૂજા બોનસની કરી જાહેરાત, આપશે એડવાન્સ બોનસ
