Dharma & Bhakti/ હથેળીમાં આ નિશાન અને રેખાઓ છે…તો તમે છો અત્યંત ભાગ્યશાળી…મળશે યશ અને પ્રતિષ્ઠા..!

હથેળીમાં બનેલા વિભિન્ન નિશાન કે રેખાઓ દ્વારા વ્યક્તિના સ્વભાવ, ભાગ્ય અને ભાવિના અનેક રહસ્યો જાણી શકાય છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જે લોકોના હાથમાં…

Trending Religious Rashifal Dharma & Bhakti
હથેળીમાં રેખા અને નિશાન

Dharm & Bhakti: હથેળીમાં શેનાં નિશાન કે રેખાઓ છે? હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, જે લોકોના હાથમાં કેટલીક વિશેષ રેખાઓ કે નિશાન સ્પષ્ટ દેખાય છે એમને જીવનમાં સફળતા, ધન-સંપત્તિ અને યશ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે.

હસ્તરેખા શાસ્ત્ર (Palmistry) અનુસાર, આપણી હથેળી(Palm)માં બનેલા વિભિન્ન નિશાન કે રેખાઓ (Marks & Lines) દ્વારા વ્યક્તિના સ્વભાવ, ભાગ્ય અને ભાવિ (Nature, Luck, Future)ના અનેક રહસ્યો જાણી શકાય છે. એવી માન્યતા છે કે, જે લોકોના હાથમાં અમુક વિશેષ રેખાઓ સ્પષ્ટ દેખાય છે એમને જીવનમાં સફળતા, ધન-સંપત્તિ અને યશ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. આ રેખાઓ ફક્ત ધનપ્રાપ્તિનો યોગ જ નહિં પરંતુ, બુદ્ધિ, મહેનત તથા તક પારખવાની વ્યક્તિની ક્ષમતાની દ્યોતક હોય છે અને જીવનમાં પ્રગતિની સંકેતકારક હોય છે. જો તમારા હાથમાં પણ આવી જ શુભ (Shubh) રેખાઓ છે તો હસ્તરેખા શાસ્ત્ર મુજબ, તમારા જીવનમાં તમે સફળતા અને આર્થિક રીતે સંપન્ન થશો એવી સંભાવનાઓ વધી જાય છે. તો ચાલો જાણીએ આ શુભ રેખાઓ વિશે..

હથેળીમાં રેખા અને નિશાન

હથેળી માં ભાગ્ય રેખા

ભાગ્ય રેખા (Bhagya Rekha) હથેળીના મધ્ય ભાગથી નીચેથી ઉપર તરફ ઉર્ધ્વ ગતિ કરે છે. જો આ રેખા ઊંડી અને સીધી હોય તો વ્યક્તિ પોતાના વ્યાવસાયિક જીવનમાં સફળતા અવશ્ય હાંસલ કરે છે. આવા લોકો પોતાની મહેનત અને પ્રયત્નોથી પોતાની એક આગવી ઓળખ ધરાવે છે અને એમને જીવનમાં અવનવી તકો પણ પ્રાપ્ત થાય છે.

હથેળીમાં રેખાઓ અને નિશાન

સૂર્ય રેખા

સૂર્ય રેખા (Surya Rekha) હથેળીની નીચેથી અનામિકા આંગળીની તરફ આગળ વધે છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, જો આ રેખા સ્પષ્ટ હોય તો વ્યક્તિ વિશેષ કરીને કળા, મીડિયા, શિક્ષણ અને નેતૃત્વ ક્ષેત્રે સફળ થાય છે. આવા લોકોનો નસીબ હંમેશાં સાથ આપે છે. આ ઉપરાંત, એમની પ્રતિભાની લોકો પ્રશંસા કરે છે.

ધન રેખા

ધન રેખા (Dhan Rekha) સૌથી નાની આંગળી કે જેને કનિષ્ઠા પણ કહેવાય છે, એની નીચેથી શરુ થઇને હાથ તરફ આગળ વધે છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, જો આ રેખા સ્પષ્ટ હોય તો વ્યક્તિને ધનલાભ થાય છે અને એની આર્થિક સ્થિતિ બહેતર બને છે. આવી વ્યક્તિઓ વેપાર, નોકરી અને રોકાણમાં પોતાની સમજદારી અને નિર્ણય ક્ષમતા દ્વારા સારી આવક અર્જીત કરી શકે છે.

હથેળીમાં રેખાઓ અને નિશાન

લક્ષ્મી નિશાન કે રેખા

લક્ષ્મી રેખા (Lakshmi Rekha) હથેળીના મધ્ય ભાગમાં ત્રિકોણ ચિન્હ્ અથવા Y આકારની દેખાય છે. હસ્તરેખા શાસ્ત્ર મુજબ, લક્ષ્મી રેખા ધરાવતા લોકો રોકાણ અને વેપારમાં સફળતા મેળવે છે અને એમને અવારનવાર ઓચિંતા ધનલાભના ઘણા અવસરો પ્રાપ્ત થાય છે. એમની આર્થિક સ્થિતિ પણ ઉત્તમ રહે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વિશ્વનું એક માત્ર સીતા માતાનું મંદિર! આજે પણ જોવા મળે છે અશોક વાટિકાના નિશાન

આ પણ વાંચો: કળિયુગના 10 મહાપાપ, જે મનુષ્ય જાણતા-અજાણતા કરતો જ રહ્યો છે…

આ પણ વાંચો: ઓમ જાપ નિયમઃ ૐ મંત્રનું ઉચ્ચારણ કરતા પહેલા ‘આ’ બાબતોનું રાખો ધ્યાન